Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

અથોલા ખાતેના ભંગારના વેપારીએ જમીન માલિકને ભાડું નહીં ચુકવતાં ચાંપેલી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના જુદા જુદા બે વિસ્‍તારમાં ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સેલવાસ રીંગરોડ નજીક આવેલ એકદંત સોસાયટીની ઓ.આર.એમ.વન રૂટ માર્ટ દુકાનમાં 14 જાન્‍યુઆરીના રોજ વહેલી સવારે કોઈક કારણસોર આગ ફાટી નીકળી હતી. જ્‍યારે અથોલા ગામ ખાતે એક ભંગારના ગોડાઉનમાં ગોડાઉન જમીનનું વેપારીએ ભાડું નહીં ચુકવતાં જમીન માલિકને ભંગારના ગોડાઉનને આગ ચાંપી દીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના પર્વ દરમિયાન વિવિધ વિસ્‍તારમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં સેલવાસના રીંગરોડ નજીક આવેલ એકદંત સોસાયટીમાંની ઓ.આર.એમ.વન રૂટ માર્ટ દુકાનમાં 14 જાન્‍યુઆરીના રવિવારે વહેલી સવારે કોઈક કારણસોર આગ ફાટી નીકળીહતી જેના કારણે વિસ્‍તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. સોસાયટીના રહેવાસીઓ તથા અન્‍ય સ્‍થાનિક લોકોએ દુકાનમાંથી ધુમાડો નીકળતો જોતા તાત્‍કાલિક ફાયરબ્રિગેડને ફોન દ્વારા જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની ટીમ તાત્‍કાલિ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને મોરચો સંભાળ્‍યો હતો. દુકાનમાં ધુમાડાનું પ્રમાણ વધુ હોવાને કારણે દુકાનના આગળના ભાગના કાચ તોડ્‍યા બાદ ફાયર વિભાગના જવાનો અંદર જઈ અડધા કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળ થયા હતા. દરમિયાન ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ તારણ આપતા દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્‍યું હતું.
જ્‍યારે અન્‍ય બીજી ઘટનામાં અથોલા ગામ ખાતે એક ભંગારના ગોડાઉનમાં સાંજના સમયે ભંગારના ગોડાઉન માટે જમીન ભાડે આપનાર જમીન માલિકે જ ભંગારના વેપારી ઘણાં સમયથી ભાડું ચુકવતો નહીં હોવાનું જણાવી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત ઉઠાવ્‍યા બાદ વિકરાળ આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો. દરમિયાન જમીનના માલિક અને ગોડાઉન સંચાલક વચ્‍ચે મારામારી પણ થવા પામી હતી. પોલીસે બન્નેની અટક કરી સાયલી પોલીસ મથકે લઈ જવાયા હતા.આ ઘટનામાં ભંગારનું ગોડાઉન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. સાથે બાજુમાં આવેલ એક ઝુંપડામાં પણ આગ લાગી હતી જેના કારણે ભારે નુકસાન થયું હતું. ઘટનાની વધુ તપાસ દાનહ પોલીસ કરી રહી છે.

Related posts

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

મોટી દમણની સરકારીઉચ્‍ચત્તર માધ્‍યમિક વિદ્યાલય-ઝરીનો વાર્ષિક રમતોત્‍સવ આનંદ ઉત્‍સાહ અને ધૂમધામથી યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

Leave a Comment