Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

ડોક્‍ટરોને ચુકવવા પાત્ર સ્‍ટાઈપેન્‍ડનો ઘટાડો કરવામાં આવતા ડોક્‍ટરો મંગળવારથી હડતાલ ઉપર ઉતર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો આજે પડતર માંગણીના મામલે 70 જેટલા ડોક્‍ટરો હડતાલ ઉપર ઉતરી જતા હોસ્‍પિટલ તબીબી સેવા ઉપર અસર પડી શકે છે.
વલસાડ સિવિલમાં ફરજ બજાવતા રેસિડેન્‍ટ ડોક્‍ટરો તેમની મુખ્‍ય માંગણી સ્‍ટાઈપેન્‍ડમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. આ બાબતે ડોક્‍ટરોએ ઉચ્‍ચ અધિકારીઓને વાસ્‍તવિક રજૂઆત કરી હતી તે મુજબ નિયમાનુસાર મળવાપાત્ર સ્‍ટાઈપેન્‍ડ ડોક્‍ટરોને ચુકવવામાં આવશે તેવો લેખિત ઓર્ડર કરાયો હોવા છતાં સ્‍ટાઈપેન્‍ડ કાપીને ચુકવાય છે. તેથી ડોક્‍ટરોએ અંતિમ કદમ ભરી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ બાબતે સિવિલ ચીફ ડો.કમલેશ શાહે જણાવ્‍યું હતું છે. સ્‍ટાઈપેન્‍ડનો નિયમ સરકારનો છે, ડિગ્રી અને ડીપ્‍લોમાં ડોક્‍ટરો વચ્‍ચે ફર્ક છે. ડિગ્રી ડોક્‍ટરોને 84 હજાર ચુકવાય છે. સરકારનો નિર્ણય કે આદેશ આવશે તે મુજબ રેસિડેન્‍ટ ડોક્‍ટરોને સ્‍ટાઈપેન્‍ડ ચુકવવામાં આવશે. બીજુ ઈન્‍ટર ડોક્‍ટર અને ફેકલ્‍ટી ડોક્‍ટર ફરજ ઉપર હોવાથીતબીબી સેવા કે કામ અટકશે નહી. બીજી તરફ રેસિડેન્‍ટ ડોક્‍ટરો આંદોલનના સખત મુડમાં છે. પડતર માંગણીઓનો નિકાલ નહી આવે ત્‍યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું રેસિડેન્‍ટ ડોક્‍ટરોનું કહેવું છે.

Related posts

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

Leave a Comment