October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલના હસ્‍તે ઉદ્દઘાટન સંપન્ન : રાજ્‍યભરમાં એક સાથે કાર્યાલયનો આરંભ

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.23: આગામી એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી જાહેર થતાના અણસાર છે ત્‍યારે સંસદની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ ગુજરાત પ્રદેશ ભાજપે આજે મંગળવારથી જ આરંભ કરી દીધી છે. વલસાડ-ડાંગ સંસદીય બેઠક માટેનું મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દેવાયો છે. સાથે સાથે ગુજરાત ભરની તમામ સંસદીય બેઠકોના મધ્‍યસ્‍થ કાર્યાલયો પ્રદેશ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્‍યા છે.
વલસાડ-ડાંગ સંસદીય બેઠક મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયના આજે વલસાડમાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ડો.કે.સી. પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. પ્રદેશ પેજ કમિટીના પ્રણેતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્‍નાકરજીના માર્ગદર્શન હેઠળ રાજ્‍યભરમાં મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયોનો આજે આરંભ કરી દેવાયો છે. તેથી જરૂર કહી શકાય કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા હતા. વલસાડમાં મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય અબ્રામા સ્‍ટેલર ઝોન બિલ્‍ડીંગમાં શુભારંભ કરાયો છે. આ પ્રસંગે વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામના ધારાસભ્‍યો જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તથા પ્રદેશ ભાજપના હોદ્દેદારો-ડાંગ નવસારીના હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગુજરાતની તમામ 26 લોકસભાનીબેઠકો જીતવાનો પાર્ટીએ નિર્ધાર કર્યો છે.

Related posts

સેલવાસ ન.પા.એ ઝંડાચોકથી સરસ્‍વતી ચોક સુધીના દબાણો દૂર કર્યા

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment