April 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરકારી શાળાના શિક્ષકોને મળ્‍યું નવા ક્ષમતા નિર્માણના અવસરનું સામર્થ્‍ય શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને લાઈફ સ્‍કિલ થ્રુ ફૂટબોલના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ફલાંડી હાઈસ્‍કૂલમાં આયોજીત પાંચ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમ સમર્થ અંતર્ગત સરકારી શાળાના શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોને ‘‘લાઈફ સ્‍કિલ્‍સ થ્રુ ફૂટબોલ”ના માધ્‍યમથી જીવન કૌશલ શિબિર યોજાઈ હતી. જેનું રવિવારે સમાપન થયું હતું. આ પાંચ દિવસીય ટ્રેનિંગમાં 55 શારીરિક શિક્ષણના શિક્ષકોને મુંબઈ ઓસ્‍કાર ફાઉન્‍ડેશનના સહયોગથી વિષેષજ્ઞ અને સંસાધન પ્રદાન કરવાનો મોકો મળ્‍યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને યોગા, ટીમવર્ક, એક્‍સરસાઈઝ, કરીકુલમ ડિઝાઇન, ભાવનાત્‍મક અને માનસિક સંતુલન, ફૂટબોલ કૌશલ અને જીવન કૌશલ જેવા મહત્‍વપૂર્ણ કૌશલો શીખવવામાં આવ્‍યા હતા. જેનાથી શિક્ષકોની કુશળતાની સમજ ક્ષમતાનો વિકાસ સાથે તે બાળકોના જીવનમાં ઉન્નતિ અને સકારાત્‍મક પરિવર્તનની દિશામાં મહત્‍વપૂર્ણ કદમ સાબિત થશે.
ટ્રેનિંગ સમાપન કાર્યક્રમમાં શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલ, ઓસ્‍કાર ફાઉન્‍ડેશનના નિર્દેશક શ્રી અશોક રાઠોડ, બાંસવાડા સિન્‍ટેક્‍સલીમીટેડના એચ.આર. હેડ શ્રીમતી કવિતા સોની ઓનલાઇન મોડના માધ્‍યમથી જોડાઈ શિક્ષકોને સંબોધન કર્યું હતું. તાલીમ શિબિર દરમિયાન ઓસ્‍કાર ફાઉન્‍ડેશનના સી.ઈ.ઓ. શ્રીમતી શિલ્‍પા શર્મા, લાઈફ સ્‍કિલ ટ્રેનર શ્રી ચિરાગ અને શ્રી ગોવિંદ, શ્રી રૂપેશ આનંદ, સી.આર.સી. શ્રી નિમેષ કુમાર, અને શ્રી વિક્કી ઉપસ્‍થિત રહ્યા હતા.
ટ્રેનિંગ સમાપન કાર્યક્રમમાં સામેલ સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા, જિલ્લા રમતગમત શિક્ષણ અધિકારી શ્રી ગૌરાંગ વોરા, જિલ્લા શિક્ષણ અને ટ્રેનિંગ સંસ્‍થા દમણના વ્‍યાખ્‍યાતા શ્રી રોહિત શર્માએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓસ્‍કાર ફાઉન્‍ડેશન મુંબઈના વિષેશજ્ઞ અને ટ્રેનરની ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ત્‍યારબાદ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર મારૂતિકારે ઍક્ટીવાને ટક્કર મારતા સગા ભાઈ-બહેનનું અકસ્માતમાં મોત

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તકનું વિમોચન કર્યું

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

Leave a Comment