Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

દેશવ્‍યાપી રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો, બેટી પઢાવોનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં એકેડમીક કેમ્‍પસ ડીરેક્‍ટર ડૉ.શૈલેષ લુહારનાં હસ્‍તે ધ્‍વજવંદન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચલા ખાતે આવેલ પ્રમુખ ઓરા સોસાયટીમાં રાષ્‍ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દેશવ્‍યાપી રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો, બેટી પઢાવોનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં એકેડમીક કેમ્‍પસ ડીરેક્‍ટર ડૉ. શૈલેષ લુહારનાં હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું.
પ્રમુખ ઓરા સોસાયટી ચલા ખાતે યોજાયેલા 75માં પ્રજાસત્તાક દિવસ ઉજવણી પ્રસંગે મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો બેટી પઢાવો ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. શૈલેષ લુહારે સંબોધિત કરતા જણાવ્‍યુ હતુ કે, હાલનાં સમયમાં સોશિયલ મીડિયા આજનાં વિદ્યાર્થીઓ માટે અભિષાપ સમાન બની રહ્યો છે. સોશિયલ મીડિયાનાં વપરાશથી વિદ્યાર્થીઓનાં ભણતર અને વ્‍યવહાર ઉપર વિપરીત અસરો વર્તાઈ રહી છે જેને લઈ નાના બાળકોએ અને વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી દુર રહેવું જોઈએ. વધુમાં એમણે બાળકોને અભ્‍યાસને લગતી અને પરીક્ષાઓમાં બાળકોને જરૂરી માર્ગ મળી રહે એ વિષય ઉપર વિસ્‍તૃત ચર્ચા કરી હતી. એમણે વિદ્યાર્થીઓની સાથે એમના વાલીઓને પણ માર્ગદર્શન મળી રહે એ વિદ્યાર્થીઓનાં વાલીઓએ કેવા પગલાં લેવા જાઈએ એના ઉપર પણ વિશેષ માહિતી આપી હતી.
આ અવસરે ડૉ.શૈલેષ લુહારનું પ્રમુખ ઓરા સોસાયટી દ્વારા વિશેષ સન્‍માન પણ કરવામાં આવ્‍યુ હતું.

Related posts

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્‍માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્‍પર મુકવાની માંગણી

vartmanpravah

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

Leave a Comment