Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

નવસારી એલસીબી પોલીસ રાજસ્થાનથી આરોપીને ટ્રાન્સફર વોરંટથી લઈ આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: ચીખલીમાં ભરચક એવા એસટી ડેપો વિસ્‍તાર પાસે આવેલ નાકોડા જવેલર્સમાં 2016 ના વર્ષમાં સાંજના સમયે કેટલાક લૂંટારુઓએ લૂંટ ચલાવી લાખ્‍ખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ગુનાનો મુખ્‍ય સુત્રધાર ગુનામાં નાસતો ફરતો હોય જેના પર પોલીસ દ્વારા રૂ.10,000/-નું ઈનામ રાખવામાં આવ્‍યું હતું. જે આરોપીનો કબ્‍જો નવસારી એલસીબી પોલીસે રાજસ્‍થાનના બેંગુ જેલમાંથી મેળવ્‍યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી એલસીબી પીઆઈ- એસ.વી.આહીર, આર.એસ.ગોહિલ, પો.કો કુલદિપસિંહ વિક્રમસિંહ, પો.કો અવિનાશસિંહ જગજીતસિંહનાઓએ નાસતા-ફરતા આરોપીઓની રિવાઈઝ યાદીમાં રૂ.10,000/- નું ઈનામ જાહેર કરેલ ચીખલી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલ નાકોડા જવેલર્સ ખાતે વર્ષ 2016 માં થયેલી લૂંટના ગુનામાં મુખ્‍ય સુત્રધાર આરોપી શેતાનસિંગ ખેમાભાઈ બારીયા (રહે. મહેંદીખેડા પો.ચોકી આંતરવેલીયા થાણા કલ્‍યાણપુરા તા.જિ.જાબુઆ) (મધ્‍યપ્રદેશ રાજ્‍ય) નાઓ હોય જેથી ગુનાના કેસ કાગળો મેળવી અભ્‍યાસ કરી ત્‍ઘ્‍ઞ્‍લ્‍ (આઇ.સી.જી.એસ) પોર્ટલ ઉપર તેનો ગુનાહિત ઈતિહાસચકાસી વર્ક આઉટમાં હતા. દરમ્‍યાન આરોપી શેતાનસિંગ ખેમાભાઈ બારીયાનાઓ રાજસ્‍થાનના ચિતોડગઢ રાવત ભાટા પો.સ્‍ટે.ના ગુનામાં સબજેલ બેંગુ જિ.ચિતોડગઢ રાજસ્‍થાન રાજ્‍ય ખાતે જેલમાં હોવાની માહિતી મળતા પીએસઆઈ આર.એસ.ગોહિલ પેરોલ ફર્લો સ્‍કોર્ડ, નવસારી એલ.સી.બી દ્વારા ચીખલી નામદાર કોર્ટમાંથી ટ્રાન્‍સફર વોરંટ મેળવી ટ્રાન્‍સફર વોરંટ આધારે જિલ્લા સેશન્‍સ કોર્ટ બેંગુ જિ.ચિતોડગઢ (રાજસ્‍થાન રાજ્‍ય)ના હુકમ આધારે સબજેલ બેંગુ જિ.ચિતોડગઢ રાજસ્‍થાન રાજ્‍ય ખાતેથી કબજો મેળવી ચીખલી પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવ્‍યો હતો.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ

(1) સુરત શહેર લીંબાયત પો.સ્‍ટે.ફસ્‍ટ ગુ.ર.નં.175/2007 ઈ.પી.કો.395, 397, 424
(2) સુરત ગ્રામ્‍ય કોસંબા પો.સ્‍ટે.ફસ્‍ટ ગુ.ર.નં.135/2010 ઈ.પી.કો. 395, 397, 450, 120(બી), 412
(3) વડોદરા ગ્રામ્‍ય વડું પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં.53/2015 ઈ.પી.કો. 395, 397, 450 તથા આર્મ્‍સ એકટ કલમ 25(1)અ મુજબ
(4) ચીખલી પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં.07/2016 ઈ.પી.કો. કલમ.395, 397, 120(બી) તથા આર્મ્‍સ એકટ કલમ 25(1)અ તથા જી.પી.એકટ કલમ 135 મુજબ
(5) રાજસ્‍થાન રાજયના જિ.ચિતોડગઢ રાવત ભાટા પો.સ્‍ટે. ફસ્‍ટ 22/2010 ઈ.પી.કો. 395, 396, 397, 450,449, 148, 149, 302, 307 તથા આર્મ્‍સ એકટ કલમ 25(3) મુજબ
(6) રાજસ્‍થાન રાજ્‍યના જિ.ચિતોડગઢ રાવત ભાટા પો.સ્‍ટે. ફસ્‍ટ 23/2010 ઈ.પી.કો. 395, 327, 4પર તથા આર્મ્‍સ એકટ કલમ 25(3) મુજબ
(7) મધ્‍યપ્રદેશ રાજય કલ્‍યાણપુરા પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.2.નં.83/2018 ઈ.પી.કો. 395, 397 મુજબ

આરોપીની ગુનો આચરવાની રીત

પકડાયેલ આરોપી ગુનાનો મુખ્‍ય સુત્રધાર આરોપી છે. આરોપી અન્‍ય સહ આરોપીઓ સાથે ટોળકી બનાવી નાકોડા જવેલર્સની દુકાનમાં ધાડ-લૂંટ પાડવાનું કાવતરૂ રચી હાથમાં લાકડાના હાથા, કુહાડી, ઝાટકા જેવા મારક હથિયારો તેમજ લૂંટ દરમ્‍યાન લોકો પકડવા પાછળ દોડે નહી તે માટે છુટા પથ્‍થરો ફેકી તમંચાથી ફાયરીંગ કરી લોકોમાં ભય ઉભો કરી જવેલર્સમાંથી સોના-ચાદીના, રોકડા રૂપિયાની ધાડ-લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે મુખ્‍ય આરોપીને 8-વર્ષ બાદ ઝડપી પાડ્‍યો હતો. પોલીસે આ ગુનામાં અગાઉ પણ આરોપીઓની ધરપકડ કરી છે.

Related posts

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment