નાની દમણના દિલીપનગર ડેવલપમેન્ટ ગ્રાઉન્ડથી મોટી દમણ કલેક્ટરાલય સુધી રેલી સ્વરૂપે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : હિન્દુ હિત રક્ષા સમિતિ-દમણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આવતી કાલ તા.4થી ડિસેમ્બર, બુધવારના રોજ નાની દમણના દિલીપનગર ગ્રાઉન્ડથી મોટી દમણ કલેક્ટરાલય સુધી ધરણાં-વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવશે.
હિન્દુ હિત રક્ષા સમિતિએ આવતી કાલે ધરણાં-પ્રદર્શન રેલીમાં વધુમાં વધુ લોકોને ઉપસ્થિત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ રેલીને સફળ બનાવવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ લગાતાર મહેનત કરી રહી છે.
અત્રે યાદ રહે કે, બાંગ્લાદેશમાં લઘુમતિ એવા હિન્દુઓ ઉપર ત્યાંના ઉપદ્રવીઓ દ્વારા અત્યાચાર હૂમલાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ વિરૂદ્ધ ભારતના હિન્દુ સમુદાયમાં આક્રોશ છે. જેને પ્રગટ કરવા માટે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા દેશવ્યાપીધરણાં-પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.