October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વલસાડ જીલ્લાની આર્ટસ, કોમર્સ, સાયન્‍સ, એન્‍જીનરીંગ અને પોલીટેકનીક કોલેજો મળી કુલ 14 કોલેજોના આચાર્ય અને સંબધિત કોલેજોના 28 પ્‍લેસમેન્‍ટ અધ્‍યાપકોએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં કોર્મસ કોલેજના આચાર્ય અને નોડલ – 4 ના નોડલ ઓફિસર ડૉ.ગિરીશકુમાર રાણાએ જણાવ્‍યું કે દર વર્ષે ગુજરાત રાજ્‍ય સરકારનો માર્ચ મહિનાની 18 તારીખના રોજ મેગા કેમ્‍પ થાય છે. એ પ્રમાણે દરેક કોલેજોએ વિદ્યાર્થીઓનું રજીસ્‍ટ્રેશન તેમજ ઈન્‍ડસ્‍ટ્રીયલ રજીસ્‍ટ્રેશન કરાવવાનું કાર્ય તાત્‍કાલિક પૂરું કરવા બાબતે પૂર્ણતૈયારી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ બાબતે મેગા કેમ્‍પ સફળ બનાવવા માટે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્‍લેસમેન્‍ટ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્‍લેસમેન્‍ટમાં જોડાય એ માટેના પ્રયત્‍ન કરવા માટે પ્રિ. ડૉ. ગિરીશકુમાર રાણાએ જણાવ્‍યું હતું. 14 કોલેજમાંથી 1740 વિદ્યાર્થીઓનું તેમજ 108 ઈન્‍ડસ્‍ટ્રીઝનું રજીસ્‍ટ્રેશન ગુજરાત રાજ્‍ય પ્‍લેસમેન્‍ટ પોર્ટલ માટે થયું હોવાનું જણાવ્‍યું હતું. આગામી તા.16 મી ફેબ્રુઆરીના રોજ કોમર્સ કોલેજ વલસાડના એક્‍ટિવિટી હોલમાં આ બાબતે દરેક કોલેજના 6 (છ) અધ્‍યાપકોને પ્‍લેસમેન્‍ટ પ્રક્રિયા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ બાબતે જિલ્લાના દરેક આચાર્યોને લેખિત સુચના આપવામાં આવી છે. આ બાબતે ઝોન-4ના કો ઓર્ડીનેટરશ્રી કોટક સાહેબ તેમજ સહ કો-ઓર્ડીનેટર પ્રા. કે.ડી.પાંચાલ તેમજ એન્‍જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રા. સંદીપભાઈ પટેલ માર્ગદર્શન કરી રહ્યા છે. આ કાર્યમાં કોમર્સ કોલેજ, વલસાડના કો-ઓર્ડીનેટર પ્રા.એમ.જી.પટેલ, અને ડૉ.પારસ શેઠ ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા આયોજનથી દમણ અને દાનહમાં ભગવાન બિરસા મુંડાનો સર્વત્ર જય જયકાર

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

મુરદડ ગામમાં સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકો માટે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment