October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

(વર્તમન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વાંકલ શ્રીજી ક્રિકેટ મેદાન પર વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટ જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં સફળ રીતે સંપન્ન થઈ હતી. બે દિવસ માટે યોજાયેલ આ ટુર્નામેન્‍ટમાં છ તાલુકાની 12 ટીમો (શિક્ષક ભાઈઓ અને શિક્ષિકા બહેનો)એ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્‍ટમાં ઉદઘાટક તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. કે.ભૂસારા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડી. બી. વસાવા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.અર્જુનભાઈ પટેલ હાજર રહ્યા હતાં.
પ્રારંભિક ઉદઘાટન મેચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વચ્‍ચે રમાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ટીમનો વિજય થયોહતો. જેમાં કેપ્‍ટન તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી. બી.વસાવાએ બોલીંગ બેટીંગમાં ઉત્‍કળષ્ઠ દેખાવ કર્યો હતો.
શિક્ષિકા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં વલસાડ અને ધરમપુર ફાયનલ મુકાબલામાં એકબીજા સામે ટકરાયા હતા, આ રોમાંચક મેચમાં છેલ્લી ઓવરના છેલ્લા બોલે પરિણામ નક્કી થયું હતું અને જેમાં ધરમપુરની ટીમે બાજી મારી હતી. ધરમપુરના વિરજાબેન, તનુજાબેન, વલસાડના નીરિક્ષાબેન, ધર્મિષ્ઠાબેને પોતાની ટીમ માટે સારો દેખાવ કર્યો હતો.
શિક્ષક ભાઈઓની મેચમાં તમામ ટીમનું સારું પ્રદર્શન જોવા મળ્‍યું હતું પરંતુ ફાયનલમાં કપરાડા અને ઉમરગામની ટીમે સ્‍થાન બનાવ્‍યું હતું, જેમાં ઘણા વર્ષોથી વિજેતા કપરાડા ટીમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. ઉમરગામે રનના મોટા માર્જિનથી કપરાડાને હરાવી ચેમ્‍પિયન ટ્રોફી હાંસલ કરી હતી.
આ ટુર્નામેન્‍ટમાં ધરમપુર તાલુકાએ યજમાન તરીકે સુંદર આયોજન કર્યું હતું. જેમાં વિજયસિંહ પરમારની સમગ્ર ટીમનો ફાળો રહ્યો હતો.
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ગોકુળભાઈ, મહામંત્રીશ્રી રાજેશભાઈએ અને જિલ્લા સંઘના હોદ્દેદારોએ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા સહયોગી સૌનો આભાર વ્‍યકત કર્યો હતો.

Related posts

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment