Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલીમાં કચ્‍છી સમાજની વાડીમાં ભાજપના શક્‍તિ કેન્‍દ્રના સંયોજકો, પ્રભારીઓ, પ્રવાસી કાર્યકરોની જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી લીતેશભાઈ ગાવિત, એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના આઈટી સેલના સહ સંયોજક દીપકભાઈ સોલંકી, તાલુકા જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો સહિતનાની ઉપસ્‍થિતિમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ઉપસ્‍થિતોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે દરેક પ્રવાસી કાર્યકરોએ સંયોજકો સાથે તેમને સોંપવામાં આવેલ બુથ પર જઈ ભાજપ સરકારની વિકાસલક્ષી અને વ્‍યક્‍તિગત લાભની યોજનાઓથી લોકોને વાકેફ કરી બુથ લેવલે સંગઠનાત્‍મક કામગીરીની પણ જરૂરી સમીક્ષા કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં એક બુથ માઇનસ ન રહે તે માટે હમણાંથી જ કવાયત હાથ ધરવા અનુરોધ કર્યોહતો.
ભાજપના મહામંત્રી ડોક્‍ટર અશ્વિનભાઈ પટેલે પણ 24 કલાક વીજળી 108 ની સુવિધા ગંભીર રોગોમાં દસ લાખ રૂપિયા સુધીની સારવાર માટે આયુષ્‍યમાન કાર્ડ, કિસાન સન્‍માન નિધિ, વિનામૂલ્‍ય અનાજ જેવી અનેક યોજનાઓથી તમામ વર્ગની ભાજપ સરકારે ચિંતા કરી છે. સાથે રસ્‍તા પાણી આરોગ્‍ય શિક્ષણ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાના કામો આપણા વિસ્‍તારમાં થયા છે અને વિકાસના કામોનો પ્રવાહ નિરંતર ચાલુ છે જેને લઈને માળખાકીય સુવિધાઓમાં અનેકગણો વધારો થયો છે. આ બધી બાબતોથી લોકોને અવગત કરી તમામ બુથો પર આપણા ભાજપ પક્ષની સરસાઈ વધુને વધુ રહે તે માટે તેમણે હાંકલ કરી હતી.
આગામી ત્રણ દિવસોમાં ભાજપના પ્રવાસી કાર્યકરો ગામડાઓ ખૂંદી દરેક બુથોનો પ્રવાસ કરવાની કવાયત હાથ ધરી હતી.

Related posts

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલી તથા આસપાસના ગામોમાં સ્‍વચ્‍છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્‍થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોને કચરાના નિકાલ માટે નવા વાહનો ઉપલબ્‍ધ કરાવાયા

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment