September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: લોકસભા ચૂંટણી-2024ના ઉપલક્ષમાં દાદરા નગર હવેલી જિલ્લાના ચૂંટણી વિભાગની સ્‍વીપ ટીમ દ્વારા વ્‍યવસ્‍થિત મતદાન શિક્ષણ તથા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ક્રમમાં મતદારોની વધુમાં વધુ ભાગીદારી નોંધાઈ તે હેતુથી દાનહ ચૂંટણી વિભાગની સ્‍વીપ ટીમ દ્વારા સેલવાસ દમણગંગા રિવર ફ્રન્‍ટ ખાતે તા.12મી એપ્રિલના શુક્રવારે સાંજે 6:00 વાગ્‍યે એક રંગારંગ કાર્યક્રમ ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું ભવ્‍ય આયોજન કરવામાં આવશે. જેમાં અનેક રંગારંગ કાર્યક્રમો અંતર્ગતમ્‍યુઝિક, ડાન્‍સ, ગેમ્‍સ, નુક્કડ, નાટક, ફન એન્‍ડ ફિટનેશ સ્‍કિટની સાથે સાથે ખાણીપીણીના ફૂડ સ્‍ટોલ પણ લગાવવામાં આવી રહ્યા છે. આ ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024′ કાર્યક્રમમાં લોકોને પરિવારની સાથે ઉપસ્‍થિત રહી ચૂંટણી વિષયક માહિતીઓ પ્રાપ્ત કરવા અને કાર્યક્રમનો ભરપુર લાભ ઉઠાવવા અનુરોધ કરાયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રિયાંક કિશોર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર અને રિસ્‍પોન્‍સિબલ ઓફિસર શ્રી શુભાંકર પાઠક, તથા રિસ્‍પોન્‍સિબલ ઓફિસર અને સેલવાસ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદેના માર્ગદર્શનમાં સ્‍વીપ ટીમ દ્વારા ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ અંતર્ગત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ ઈન્‍ડસ્‍ટ્રીમાં આંબોલી અને ખેરડીના આંગણવાડીના કર્મચારીઓને આંબોલી પટેલપાડા સેન્‍ટર અને ડોકમરડીના આશા વર્કરો તથા દૂધની અને કૌંચાના આંગણવાડીના કર્મચારીઓને દૂધની ચોકીપાડા આંગણવાડી સેન્‍ટર પર મતદાન સંબંધી માહિતી આપતાં મતદાતા હેલ્‍પલાઈન, મતદાનના દિવસે લઈ જવાના મહત્ત્વના દસ્‍તાવેજો, મતદાન સંબંધિત માહિતી માટે 1950 અને 1077 દ્વારા આપવામાં આવનાર સેવાઓ, સી-વિજીલ એપ વગેરેની માહિતી આપવામાં આવી હતી.

Related posts

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment