Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

સ્‍ટ્રક્‍ચર ઉપરની શિવાજી મહારાજ, બાબા સાહેબ અને જ્‍યોતિબા ફુલે પ્રતિમાઓ ખંડીત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી ચણોદ ચાર રસ્‍તા ઉપર આવેલ ત્રિરત્‍ન સર્કલ ઉપર મહાનુભાવોની પ્રતિમાઓને એક ટેન્‍કર ચાલકે ટક્કર મારતા શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર અને જ્‍યોતિબા ફુલેની પ્રતિમા ખંડીત થતા હંગામો મચી જવા પામ્‍યો હતો. અગાઉ પણ સર્કલ ઉપર અકસ્‍માત થયો હતો.
ચણોદ રોડ ઉપર કામચલાઉ એક ત્રિરત્‍ન સર્કલ બનાવાયું છે. આ સર્કલ ઉપર શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર અને જ્‍યોતિબા ફુલેની પ્રતિમાઓ બેસાડાયેલ છે. ગત સાંજે ડુંગરા તરફથી આવી રહેલ ટેન્‍કર ચાલકે ત્રિમૂર્તિ પ્રતિમા સર્કલને ટક્કર મારીને ટેન્‍કર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્‍થાનિક અગ્રણીઓને થતા વિવિધ સંસ્‍થાના આગેવાનો ત્રિરત્‍ન સર્કલ પાસે એકત્રિત તઈ ગયા હતા. ટેન્‍કરચાલક વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં ભારે હંગામો મચી ગયો હતો. ટેન્‍કર ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. ખાનગી અને સરકારી સી.સી.ટી.વી. ફૂટેજ ઉપરથી ટેન્‍કર ચાલકનો નંબર મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ટેન્‍કર ચાલકે મારેલી ટક્કરથી સ્‍ટ્રક્‍ચરમાં રાખેલી ત્રણેય મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. અગાઉ પણ આ સ્‍થળે આવો અકસ્‍માત થઈ ચુક્‍યો હતો તેથી સ્‍થાનિક અગ્રણીઓ, સંસ્‍થાઓએ આ સ્‍થળે કાયમી સર્કલ બનાવી મહાનુભાવોની પ્રતિમા મુકવાની માંગણી કરતા રહેલા છે. પણ નેતાઓએ દુર્લક્ષ્ય રાખ્‍યું છે.

Related posts

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

Leave a Comment