October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સિંદોની ગામની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી” નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વપ્રથમ માતા સરસ્‍વતીની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી અને ત્‍યારબાદ શાળાની બાલિકાઓએ સરસ્‍વતી વંદના અને સ્‍તુતિ વંદન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમતી સંતોષ કુમારીએ વિદ્યાની દેવી માતા સરસ્‍વતીનું વિદ્યાર્થી જીવનમા શું મહત્‍વ છે? ‘‘વસંતપંચમી” કેમ મનાવવામાં આવે છે? એની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સરસ્‍વતી માતાના જાપ કરવાથી જ્ઞાન, વિદ્યા, ધન, સુખ-સમૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
આ પ્રસંગે શ્રીમતી વર્ષા મહાજને સરસ્‍વતી સ્‍તોત્રનું ધ્‍યાન કરવવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્ય શ્રી સંતોષ સોનવણેએ માઁ સરસ્‍વતી અને ‘‘વસંતપંચમી”ઉત્‍સવ આપણને શું પ્રેરણા આપે છે તે અંગે માહિતી આપી હતી. આ અવસરે શ્રી એસ.આર., મહાલા, શ્રી મુકેશ કરપટ, શ્રી ધર્મેશ ગંગોડા અને શ્રી સુરજી ગઢવી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંભવનાથના એ તિલકમણિના ઝળહળાટ કરતાં શ્રીજીની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને વધુ પ્રકાશી ગયો

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment