Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્‍પર્ધાના બાળકોનું સન્‍માન કરાયું

શ્રી ઘનશ્‍યામવિદ્યામંદિર સલવાવના ભક્‍તિ વેદાંત સંસ્‍થા તરફથી આયોજિત રામાયણ પર આધારિત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને અપાયા પ્રમાણપત્રો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અયોધ્‍યામાં 22મી જાન્‍યુઆરી 2024 ના રોજ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ઉત્‍સાહભેર કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં વિદ્યાર્થીઓ આપણી પરંપરા સંસ્‍કળતિ અને આપણા હિન્‍દુ વારસાને સમજે એ ઉદ્દેશ્‍યથી ભક્‍તિ વેદાંત સંસ્‍થા દ્વારા અંબા માતા મંદિર ગ્રાઉન્‍ડ ખાતે રામાયણ પર આધારિત ક્‍વિઝ, વાર્તાકથન અને ડ્રોઈંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધાઓમાં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવના કુલ 22 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેનું પરિણામ જાહેર થતાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ભાગ લેનારા સર્વે વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

વાપી ન.પા.ની સામાન્‍ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : 51.87 ટકા કુલ મતદાન નોંધાયું

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં ‘વિશ્વ બાલિકા દિવસ’ની ઉજવણી, કિશોરી મેળામાં સરકારની યોજનાઓની અપાયેલી માહિતી

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment