April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

રૂ.1.59 કરોડના ખર્ચે પાલિકાના અલગ અલગ 31 સ્‍થળોએ સ્‍ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવા માટે પાલિકાને મળેલી વહીવટી મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ અને એનીટીમે પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ પાલિકા હદ વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની ચોમાસા દરમિયાન સર્જાતી સમસ્‍યાનો અંત લાવવા કરેલા પ્રયાસમાં સફળતા મળતા પાલિકાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. આ પહેલા પાલિકા વહીવટે પાલિકા હદ વિસ્‍તારમાં પાણી ભરાવાના સ્‍થળોએ યોગ્‍ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે ભૌગોલિક તાગ મેળવી સ્‍ટ્રોંગ વોટર ડ્રેઇન બનાવવા માટે એક દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. જે દરખાસ્‍તને સરકાર દ્વારા પ્રાધાન્‍ય આપવામાં આવે એવા પ્રયાસો પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ અને એમની ટીમ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જેને નગરપાલિકા પ્રાદેશિક કમિ‘ર દ્વારા પ્રાધાન્‍ય આપતા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અને રૂ.1.59 કરોડના ખર્ચે પાલિક હદ વિસ્‍તારના અલગ અલગ 31 સ્‍થળોને આ કામ હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે જેના કારણે પાલિકાના મોટાભાગના વિસ્‍તારમાં વરસાદી વહેણની સ્‍ટ્રોમ વોટર ડ્રેઇન નિર્માણ થયા બાદ લગભગ વરસાદી પાણીના ભરાવાની સમસ્‍યાનો અંત આવશે એવી પ્રબળ શકયતા દેખાઈ રહી છે.

Related posts

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

આલીપોર સર્વિસ રોડ ઉપર બાઈક અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાળકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દાનહ જિ.પં. તથા તમામ ગ્રા.પં. દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

Leave a Comment