Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: આજ રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), Regulatory Representatives & Managers Association (RRMA), Global Product Council (GPC) અને CHEMEXCIL દ્વારા સંયુક્ત રીતે “Global Chemicals Regulatory Outlook – 2024” પર એક અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
RRMA દ્વારા આયોજિત આ 2જી ઇવેન્ટ “Global Chemical Regulatory Outlook 2024” છે. જ્યાં તેઓ સામૂહિક રીતે વિકસતા વૈશ્વિક નિયંત્રક લેન્ડસ્કેપનો અભ્યાસ કરે છે. જે રાસાયણિક અનુપાલન સંબંધિત ઉદ્યોગોમાં સમજણ અને ક્ષમતા વધારવા ઉપયોગી છે. RRMA વેબિનાર, કોન્ફરન્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરી નિયંત્રક વાતાવરણમાં અસરકારક નેવિગેશન માટે જરૂરી સાધનો અને જ્ઞાન સાથે નિયંત્રક વ્યાવસાયિકો અને સંસ્થાઓને સજ્જ કરવાનો પ્રયાસ કરે છે, કે જેથી ઉદ્યોગની સમજને પ્રોત્સાહન આપી શકાય. તેઓ પોતાનું આ કાર્ય ગુજરાત પૂરતું સીમિત ન રાખતા હવે ભારતના દક્ષિણ પ્રદેશ ઉપરાંત બેંગ્લોર અને ચેન્નાઈમાં પણ વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે ઉદ્યોગકાર મિત્રો માટે ઘણું લાભકારી થશે.
આ સેશનમાં VIA ના પ્રમુખ શ્રી સતિષ પટેલ, માનદમંત્રી શ્રી કલ્પેશ વોરા, GPC ના CEO અને RRMA ના મેમ્બર સેક્રેટરી શ્રી જયચંદ્રન નાયર, GPC ના COO શ્રી મંગેશ બારબટે, GPC ના સિનિયર કેમિસ્ટ અને સબસ્ટેન્સ સેમનેસ એક્સપર્ટ ડૉ. શ્વેતા દેઓસકર, GPC ના રેગ્યુલેટરી મેનેજર મિસ. દ્રષ્ટિ પટેલ, GPC ના પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ – ટેક્નિકલ સપોર્ટ મિસ. કિઆરા, GPC ના પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ – ટેક્નિકલ સપોર્ટ શ્રી નિખિલ, હુબર ગ્રુપના પ્રોડક્ટ સેફટી અને રેગ્યુલેટરી અફેર્સ માટેના ડેપ્યુટી ગ્લોબલ હેડ શ્રી હરિ ઓમ શર્મા, અતુલ ઓટો લિ. ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી વેંકટ, વી.આઈ.એ.ના કમિટીના સભ્યો શ્રી શૈલેન્દ્ર વિષપૂતે, શ્રી યશ પંચાલ, તથા ઉદ્યોગકાર મિત્રો અને પ્રેસ અને મીડિયાના સભ્યો મળી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

Leave a Comment