October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

  • પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્‍હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી

  • 2016 બેચના આઈ.એસ. અધિકારી અક્‍સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુમ્‍બેરે મિલિંદ મહાદેવની પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી

  • દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે નેત્રદીપક બજાવેલી કામગીરીથી ડો. રાકેશ મિન્‍હાસ હંમેશા યાદ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 39 આઈ.એ.એસ. અને 42 આઈ.પી.એસ.અધિકારીઓની કરેલી બદલીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજબજાવી રહેલા આઈ.એ.એસ અધિકારી ડો.રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની બદલી લક્ષદ્વીપ કરવાનો આદેશ જારી થયો છે. જ્‍યારે આઈ.પી.એસ. અધિકારી શ્રી વિક્રમજીત સિંઘને દિલ્‍હી અને વી.એસ. હરેશ્વરને લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ષદ્વીપથી આઈ.એ.એસ. અધિકારી શ્રી અકસર અલી દાનહ અને દમણ-દીવ તથા 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુંમ્‍બેરે મિલિંદ મહાદેવને પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી કરાઈ છે. ર010 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને દિલ્‍હીથી દાનહ અને દમણ-દીવમાં ખસેડવામાં આવ્‍યા છે.
ડો. રાકેશ મિન્‍હાસે દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ શ્રી પ્રફુલભાઈ પટેલ હોવાના કારણે ડો. રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની જવાબદારીમાં પણ વધારો થશે.

Related posts

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

Leave a Comment