December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા ગામમાં ટેરેસના દરવાજામાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશી 4 લાખ રૂપિયાની ચોરી કરતા ચોરટાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે ઈરાનશા રોડ ખાતે આવેલા મકાનમાં રહેતા હિલ્લા પેશોતન સીધવા ઉવ 80 અને તેમના પતિ પેશોતન નરોતમ સીધવા ઉવ 86 ના ઘરને ગત શનિવારના રાતે કોઈ બેકોફ ચોરોએ નિશાન બનાવ્‍યું હતું અને ઘરમાં આ દંપતી સૂતા હોવા છતાં ચોરોએ ઘરના ટેરેસના દરવાજા પાસે બાકોરું પાડી ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલા અલગ અલગ કબાટ અને તિજોરીમાંથી તેમજ કપડા વચ્‍ચે અને પર્સમાં મૂકેલા અલગ અલગ રોકડા રૂપિયા 4,00,000 લાખની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. સવારે ઉઠી જોતાં ઘરમાં અલગ અલગ રાખેલા રોકડા રૂપિયા ગાયબ જણાતા તેઓએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી ચોરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ચોરોએ ફકત રૂપિયા લઈ જઈ કબાટમાં રાખેલુંસોનુ પણ છોડી ગયા હોય અને કબાટના કપડાં પણ વધુ ઉથલ પાથલ ના થયા હોવાથી પોલીસના મતે કોઈ જાણ ભેદું ચોર હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

પારડી હાઈવે ઉપર ચાર વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

Leave a Comment