Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા સહિત વિવિધ વિસ્‍તારમાં સ્‍થાપવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનું આજે સાતમાં દિવસેગણેશભક્‍તથો દ્વારા દમણગંગા નદી કિનારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં ભક્‍તિભાવ સાથે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર ઠેર ઠંડું પાણી અને શરબતનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. વિસર્જન યાત્રા દરમ્‍યાન કોઈને અગવડ નહીં પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્‍થળો પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો આ સાથે આરોગ્‍ય વિભાગની ટીમ અને ફાયર ફાઈટર વિભાગની ટીમના જવાનોએ ખડે પગે હાજર રહી સેવા બજાવી હતી.

Related posts

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment