June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડસેલવાસ

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના મુખ્‍ય મથક સેલવાસના ભુરકુડ ફળિયામાં રહેતા યુવાને કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર (ઉ.વ.39) હાલ રહેવાસી ભુરકુડ ફળિયા- સેલવાસ અને મુળ રહેવાસી ધરમપુર. પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર દાનહની એક ખાનગી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પ્રતિકકુમારે બપોરે શાળામાંથી ઘરે આવી કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુનાવિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્‍યારે એમની શિક્ષિકા પત્‍નીએ ઘરે આવીને જોયું તો એમના પતિ ગળે ફાંસો લગાવેલ હાલતમાં હતા. આ જોઈ તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

vartmanpravah

પરિવારથી વિખૂટી પડેલી મહારાષ્‍ટ્રની મહિલાનું વલસાડના સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

Leave a Comment