October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

કુવારી માતા બનેલ મહિલાએ ચલા સી.એચ.સી.માં નવજાતને જન્‍મ આપેલો : શિશુ વધુ બિમાર થતા વલસાડ સિવિલમાં દાખલ કરાયેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ સિવિલમાં સારવાર માટે માતા-પુત્રીએ દાખલ કરેલ નવજાત શિશુનું મોત નિપજતા માતા-પુત્રી મૃત શિશુને સિવિલમાં તરછોડી માતા-પુત્રી ફરાર થઈ ગયા હતા. બે દિવસની પોલીસે કરેલી દોડધામના અંતે નિષ્‍ઠુર માતા વાપી ડુંગરાની એક ચાલીમાંથી આજે ઝડપાઈ ગઈ હતી.
સિવિલ સ્‍ટાફ અને પોલીસને અત્‍યંત વિકટ સ્‍થિતિમાં મુકી રહ્યાનો આ બનાવ છેલ્લા ચાર દિવસથી ચકચારી બની રહ્યો છે. એક કુવારી માતા બનેલ યુવતી ચલા સી.એચ.સી.માં પ્રસુતિ માટે દાખલ થઈ હતી. જન્‍મ બાદ બાળક વધુ ગંભીર બિમાર થતામાતા અને પુત્રી બાળકને સિવિલ વલસાડમાં દાખલ કરેલું. જ્‍યાં સારવારમાં નવજાત શિશુનું મોત થયું હતું. તેથી માતા અને પુત્રી સિવિલમાંથી કોઈને પણ જાણ કર્યા વગર ફરાર થઈ ગયા હતા. હોસ્‍પિટલ સ્‍ટાફ મુશ્‍કેલીમાં મુકાઈ ગયો હતો. માતા-પુત્રીએ સરનામુ અને મોબાઈલ નંબર પણ ખોટા આપ્‍યા હતા. મામલો પોલીસ સુધી પહોંચ્‍યો હતો. ચાંપતી તપાસ એસ.ઓ.જી.એ હાથ ધરી હતી. સિવિલ અને ચલા સી.એચ.સી.ના સી.સી.ટી.વી. ફૂટેજ કવર કરીને અંતે પોલીસે નિષ્‍ઠુર માતાને ડુંગરાની એક ચાલીમાંથી ઝડપી પાડી અટકાયત કરી હતી. વધુ તપાસ જી.આઈ.ડી.સી. પોલીસને સોંપાઈ છે. ચકચારી કિસ્‍સાના મૂળમાં પ્રેમી દ્વારા યુવતી ગર્ભવતી થઈ હોવાનું બહાર આવેલ છે. પાપ છુપાવવાના ધમપછાડામાં તમામ વિગતો ઉજાગર થવા પામ્‍યા છે.

Related posts

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

Leave a Comment