(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા પીપરીયા વિસ્તારમાં પીએસઆઈ સોનુ દૂબે અને ટીમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે મેસેજ આવતા કલ્પેશ છોટુભાઈ પટેલની જગ્યા પર શેડમા કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, સ્થળ પર પહોંચતા ત્યાં રોકડ રકમ સાથે જુગાર રમી રહ્યા હતા. જ્યાં નરેશ છોટુભાઈ પટેલ (ઉ.વ.46) રહેવાસી ડોકમરડી પ્રભુ ફળીયા, આશિષ જગદીશ પટેલ (ઉ.વ.24), રહેવાસી ડોકમરડી, રાહુલ મહેશ વારલી (ઉ.વ.22), રહેવાસી મોટી તંબાડી, યોગેશ ભીમજી મોકારે (ઉ.વ.37), રહેવાસી પ્રમુખ વાટિકા સેલવાસ, પ્રકાશ ખુશાલ પટેલ (ઉ.વ.43), રહેવાસી સીલી, રાજેશ રામજી પટેલ (ઉ.વ.35), રહેવાસી સિરકેવાડી આમલી, ઉમેશ પ્રકાશ જાધવ (ઉ.વ.29), રહેવાસી કામડી ફળીયા સેલવાસ જેઓ પાસેથી 28770રૂપિયા રોકડ સાથે પ્લેઈંગ કાર્ડ સાથે રૂા. 1.51 લાખના મોબાઈલ, એક ફોર વ્હિલર જેની કિંમત સાત લાખ રૂપિયા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કલમ 4, 5, 7 ઓફ ધ બોમ્બે પ્રિવેંશન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીપરીયા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ એન.એમ.પટેલ કરી રહ્યા છે.