Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સેલવાસની નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ તથા એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓનો સમર્પણ કાર્યક્રમ

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે વ્‍હાઈટ કોટ, લેમ્‍પ લાઈટનિંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : આવતી કાલે સવારે 10:30 કલાકે સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સમર્પણ – શૈક્ષણિક વર્ષ 2023-‘24 અંતર્ગત મેડિકલ એજ્‍યુકેશન વિભાગના વ્‍હાઈટ કોટ, લેમ્‍પ લાઈટનિંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીનું સેલવાસ, ડોકમરડી ખાતે આવેલ ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ ગવર્નમેન્‍ટ કોલેજના ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્‍યું છે. જેના મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેવાના છે.
અત્રે યાદ રહે કે, 2019ના શૈક્ષણિક વર્ષથી સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ ખાતે એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના અભ્‍યાસનો આરંભ થયો હતો. 2024ના વર્ષમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓનો પ્રથમ બેચ ડોક્‍ટર બનીને બહાર નિકળશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મેડિકલ કોલેજ સ્‍થાપવા માટે આપેલી મોદીની ગેરંટી પૂર્ણ થઈ છે અને જે વિકાસકામનુંપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ખાતમુહૂર્ત કરે છે તેનું ઉદ્‌ઘાટન તેઓ જ કરતા હોવાનું નમો મેડિકલ કોલેજના કરાયેલા ભવ્‍ય ઉદ્‌ઘાટનથી પણ સત્‍ય સાબિત થયું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લગભગ તમામ પ્રોજેક્‍ટો મોદીની ગેરંટી હેઠળ પૂર્ણ થયા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મહત્‍વાકાંક્ષી યોજના પૈકી નમો મેડિકલ કોલેજ તથા કોલેજ ઓફ નર્સિંગ એન્‍ડ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ હેલ્‍થ સાયન્‍સસિસના વિદ્યાર્થીઓના વ્‍હાઈટ કોટ, લેમ્‍પ લાઈટનિંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીના કાર્યક્રમમાં પ્રશાસકશ્રીની ઉપસ્‍થિતિથી વિદ્યાર્થીઓ, સ્‍ટાફ અને વાલીઓમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી ઝળકી ઉઠશે એમાં કોઈ સંદેહ નથી.

Related posts

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

Leave a Comment