Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે કૃષિ ક્ષેત્રથી આગળ વધી સમુદાયોની
સુખાકારી માટે પણ બતાવેલી પ્રતિબદ્ધતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.29: ભારતમાં કળષિ ક્ષેત્રે જાણીતી કંપની કોરોમંડલ ઈન્‍ટરનેશનલલિમિટેડે 10 ફેબ્રુઆરી, 2017ના રોજ સરીગામમાં કોરોમંડલ મેડિકલ સેન્‍ટર (સીએમસી)ની સ્‍થાપના કરી હતી. તેની શરૂઆતથી જ આ સેન્‍ટર મેડિકલ સપોર્ટ પૂરું પાડતું રહ્યું છે અને છેલ્લા આઠ વર્ષોના ગાળામાં નોંધપાત્ર 52,874 દર્દીઓને સહાય પૂરી પાડી છે. સરીગામ અને તેની આસપાસના વિસ્‍તારોમાં સરીગામના રહીશોને હેલ્‍થકેરની સુવિધા પૂરી પાડીને આ પહેલ કંપનીની કળષિ ક્ષેત્રથી આગળ વધીને તેની ભૂમિકાને ઉજાગર કરે છે અને સમુદાયોની સુખાકારી માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સરીગામ ઉત્‍પાદન ઉદ્યોગો માટેનું મહત્‍વનું કેન્‍દ્ર છે જેમાં મુખ્‍યત્‍વે ગુજરાત બહારના વસાહતીઓ હોય છે. આ ગતિશીલ ક્ષેત્રે સીએમસી સરીગામ એક પરિવર્તનશીલ બળ તરીકે ઊભરી આવ્‍યું છે જે આસપાસના 37 ગામોમાં રહેતા લોકોના જીવન પર હકારાત્‍મક અસર કરી રહ્યું છે. આ સેન્‍ટર રહીશોને એમબીબીએસ ડોક્‍ટરોના કન્‍સલ્‍ટેશન તથા લેબોરેટરી સર્વિસીઝનો કિફાયતી ભાવે લાભ મળે જેથી હેલ્‍થકેરને વધુ સુલભ બનાવી શકાય. ટકાઉ સહયોગની જરૂરિયાતવાળા કિસ્‍સામાં દર્દીઓને ઉમરગામ બ્‍લોક અને વલસાડ જિલ્લાની હોસ્‍પિટલમાં સરળતાથી રેફર કરવામાં આવે છે, જેથી આ વિસ્‍તારમાં લોકોને વ્‍યાપક તથા સંકલિત હેલ્‍થકેર અભિગમને પ્રોત્‍સાહન મળે છે. મેડિકલ સેન્‍ટર સીબીસી,એમપી, ઈએસઆર, લિવર પ્રોફાઇલ, રેનલ પ્રોફાઈલ, ડાયાબિટીક પ્રોફાઈલ, લિપિડ પ્રોફાઈલ, યુરિન આરએમ, કેલ્‍શિયમ, આરએ ટેસ્‍ટ, ડેન્‍ગ્‍યૂ સ્‍પોડ, વાઈડલ અને સીઆરપી સહિતના મોટાભાગના ડાયગ્નોસ્‍ટિક ટેસ્‍ટ માટે વ્‍યાપક લેબોરેટરી સેવાઓ પૂરી પાડે છે.
સરીગામ વિસ્‍તાર પાયાની આરોગ્‍યસંભાળ સુવિધાઓની અછત સામે ઝઝૂમે છે જ્‍યાં વાઈરલ ફિવર, બ્‍લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા, ટાઈફોઈડ, સિકલ સેલ રોગ, ત્‍વચાના રોગો તથા આંખો સંબંધિત સમસ્‍યાઓ જેવી તકલીફોથી લોકોને હાલાકી વેઠવી પડે છે. આ મહત્‍વની જરૂરિયાતને સમજતા મેડિકલ સેન્‍ટર ઉચ્‍ચ ગુણવત્તાની હેલ્‍થકેર સેવાઓના વિશ્વસનીય તથા સુલભસ્ત્રોત તરીકે ઊભરી આવ્‍યું છે.

Related posts

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment