Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ‘વિકસિત ભારત’ના લક્ષને હાંસલ કરવા મેડિકલ એજ્‍યુકેશનના વિદ્યાર્થીઓની ભૂમિકાનું સમજાવેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા આજે આયોજીત ‘સમર્પણ’ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ તથા ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓને વાઈટકોટ સેરેમની તથા સેલવાસ અને દમણની નર્સિંગ કોલેજ, દમણના લેમ્‍પ લાઈટનિંગ સેરેમની અને ગ્રેજ્‍યુએશન સેરેમનીના ભવ્‍ય કાર્યક્રમમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યાંકને હાંસલ કરવા આરોગ્‍ય શિક્ષણના વિદ્યાર્થીઓની ભૂમિકાને વિસ્‍તારથી સમજાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ ડોકમરડી ખાતે આવેલ ડો. અબ્‍દુલ કલામ કોલેજ ઓડિટોરિયમમાં સંઘપ્રદેશના આરોગ્‍ય અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વ્‍હાઈટ કોટ સેરેમની, લેમ્‍પ લાઈટનિંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીના કાર્યક્રમમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશમાં આરોગ્‍ય શિક્ષણ અને આરોગ્‍યસંસાધનના ક્ષેત્રે થઈ રહેલા ઐતિહાસિક વિકાસની જાણકારી આપી હતી. તેમણે ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે મેડિકલ એજ્‍યુકેશન અંતર્ગત અભ્‍યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આગળ વધી વિકસિત રાષ્‍ટ્રના નિર્માણ માટે આપનારા યોગદાનની ઝાંખી બતાવી હતી. તેમણે નર્સિંગ કોલેજના બાળકોને મુંબઈની પ્રતિષ્‍ઠિત કોકિલાબેન અને હિરાનંદાની હોસ્‍પિટલમાં મળી રહેલા 100 ટકા પ્‍લેસમેન્‍ટ બદલ ખુશી વ્‍યક્‍ત કરી હતી અને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે સેલવાસમાં બની રહેલ નવી અદ્યતન શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલની જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, 1270 બેડની અતિ આધુનિક હોસ્‍પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તદ્‌ઉપરાંત તેમણે સેલવાસ અને દમણમાં બનનારી નવી નર્સિંગ કોલેજની પણ જાણકારી આપી હતી. તેમણે બાળકોને અભ્‍યાસ માટે ઉત્તમ સુવિધા મળે અને તેમના રહેવા માટે સુસજ્જ હોસ્‍ટેલના પણ થનારા નિર્માણની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓએ પ્રશાસકશ્રીના ઉદ્‌બોધનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું અને પોતાના સોનેરી ભવિષ્‍યના આકલન સાથે પ્રશાસકશ્રી પ્રત્‍યે આભારની લાગણી પણ પ્રગટ કરી હતી.
પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિદ્યાર્થીઓને વ્‍હાઈટ કોટ પહેરાવી અને સ્‍ટેથેસ્‍કોપ આપી લેમ્‍પ લાઈટનિંગસેરેમનીમાં નર્સિંગના વિદ્યાર્થીઓને પોતાના આશીર્વાદ પણ આપ્‍યા હતા. આ કાર્યક્રમમાં નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના 860 વિદ્યાર્થીઓ, ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ હેલ્‍થ સાયન્‍સના 110 અને નર્સિંગ કોલેજ સેલવાસ અને દમણના કુલ 579 વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જે પૈકીના ઘણાં વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, શ્રી ડી.એ.સત્‍યા, દાનહના કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, અધિકારીઓ વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment