October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં જન્‍મેલા જિલ્લાના સપૂત અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈન આજે વાપીમાં જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વર્ગીય મોરારજીભાઈ દેસાઈજીની જન્‍મ જયંતી એ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. વાપી ખાતે આવેલ મોરારજી સર્કલ અને વાપી મોરારજી દેસાઈ શોપિંગ સેન્‍ટર ખાતે પુષ્‍પાંજલિના કાર્યક્રમમાં વાપી શહેર સંગઠન અધ્‍યક્ષ શ્રી સતિષભાઈ પટેલ, ન.પા. અધ્‍યક્ષા શ્રીમતી કાશ્‍મીરાબેન શાહ, વાપી ન.પા. ઉપાધ્‍યક્ષ શ્રી અભયભાઈ શાહ, વાપી નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન શ્રી મીતેશભાઈ દેસાઈ, વાપી ભાજપ મહામંત્રી શ્રી વીરાજભાઈ દક્ષિણી, શ્રી મહેશભાઈ ભટ્ટ, શ્રી દુર્લભભાઈ પટેલ, શ્રીમતી મુકુન્‍દાબેન પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ,શ્રી દિવ્‍યેશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ કંસારા શ્રી સુભાષભાઈ, શ્રી દેવેન્‍દ્રભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ હળપતિ, શ્રી મનોજભાઈ પટેલ, શ્રીમતી નયનાબેન પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ સહિત ચૂંટાયેલા સભ્‍યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારજીભાઈ દેસાઈનો જન્‍મ દિન ચાર વર્ષે આવે છે. કારણ કે તેમનો જન્‍મ દિવસ લિપીયર વર્ષ તા.29 ફેબ્રુઆરીના રોજ થયો હતો. તેથી આજે લિપીયર વર્ષની 29મી ફેબ્રુઆરી હતી.

Related posts

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

Leave a Comment