October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

કાબુ ગુમાવતા આઈસર ટેમ્‍પો પલટી ખાઈને સુરત તરફથી આવતી બે કાર સાથે ભટકાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ હાઈવે ગુંદલાવ બ્રિજ ઉપર આજે સવારે વિચિત્ર અકસ્‍માત ત્રણ વાહનો વચ્‍ચે થતા અફરા તફરી મચી જવા પામી હતી.
અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે વહેલી સવારે ગુંદલાવ હાઈવે બ્રિજ ઉપર વાપી તરફથી આવી રહેલ ટેમ્‍પો નં.જીજે 15 એ.પી. 1293ના ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. તેથી ટેમ્‍પો ડિવાઈડર કુદી સુરત-મુંબઈ લાઈન ઉપર પલટી મારી ગયો હતો. સુરત તરફથી આવીરહેલ કાર ચાલકે બ્રેક મારી દેતા પાછળથી આવતી અન્‍ય કાર પર કાર સાથે ભટકાતા ત્રણ વાહનો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી પરંતુ ટેમ્‍પો પલટી મારી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્‍માત સ્‍થળે પોલીસે આવીને ક્રેઈનની મદદથી અકસ્‍માત ગ્રસ્‍ત ત્રણેય વાહનોને હટાવતા ટ્રાફિક પૂર્વવત શરૂ થઈ ગયો. અકસ્‍માતમાં બે કારોને મોટુ નુકશાન થયું હતું.

Related posts

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

પ્રદેશ અધ્‍યક્ષ મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં દાનહ કોંગ્રેસના બ્‍લોક લેવલ સહાયક કાર્યશાળામાં મતદારો સાથે રાખવાના સંબંધની આપવામાં આવેલી વિસ્‍તૃત જાણકારી

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

Leave a Comment