January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એ.બી.પી. અસ્‍મિતાના ચેનલ હેડ રોનક પટેલ, એસ.પી. ડો.કરણસિંહ વાઘેલા ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડમાંપત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા પત્રકારને પ્રોત્‍સાહિત કરવા તેમની કામગીરી બિરદાવા માટે રવિવારે એમ. સ્‍કેર મોલ તિથલ રોડ વલસાડમાં ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો હતો.
મીડિયા એવોર્ડ સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એ.બી.પી. અસ્‍મિતા ચેનલ હેડ રોનક પટેલ, એસ.પી. ડો. કરણસિંહ વાઘેલા, કોંગ્રેસ નેતા ગૌરવ પંડયા, ભાજપ પ્રમુખ હેમંત કંસારા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, સરકાર અને સમાજ પ્રજાહિત કાર્યોમાં મીડિયાની અહમ ભૂમિકા છે. ઈલેક્‍ટ્રોનિક્‍સ મીડિયાના દિગ્‍ગજ રોનક પટેલએ આગામી ધારદાર શૈલીમાં જણાવ્‍યું હતું કે, પત્રકાર કોઈનો નથી. પત્રકાર પત્રકાર જ છે. તેની એક સ્‍ટોરી એક માટે પોઝેટીવ અને બીજા માટે નેગેટીવ પણ હોઈ શકે છે. ગૌરવભાઈ પંડયાએ વાંદરા અને સિંહનું દૃષ્‍ટાંત આપી પત્રકાર અને સમાજ ઉપર કેવી રીતે સમાચારની અસર થાય તેની માર્મિક છણાવટ કરી હતી. એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ તેમના શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, એસ.પી. તરીકે મેં અનેક જિલ્લામાં ફરજ બજાવી પરંતુ પત્રકારોને બિરદાવતો પ્રથમ કાર્યક્રમ જોયો. આ કાર્યક્રમમાં વિશિષ્‍ઠ નાગરિકોનું સન્‍માન કરાયું હતું. તેમાં પદ્‌મશ્રી ડો.યઝદી ઈટાલીયા, એડવોકેટ પી.ડી. પટેલ, સિનિયર પત્રકારહનિફ મેરી, દેવાંન્‍સુ દેસાઈનો સમાવેશ થાય છે. એવોર્ડ જુદી જુદી કેટેગરીમાં બેસ્‍ટ સ્‍ટોરી, બેસ્‍ટ હ્યુમન સ્‍ટોરી, બેસ્‍ટ ઈન્‍વેસ્‍ટીગેટીવ સ્‍ટોરી, બેસ્‍ટ ફોટોગ્રાફી તથા પોઝેટીવ સ્‍ટોરી અંગે વિવિધ પત્રકારોને એવોર્ડ આપી સન્‍માનિત કર્યા હતા. કાર્યક્રમ પ્રમુખ હર્ષદ આહિર, ડો.બ્રિજેશ શાહ, અપૂર્વ પારેખ સહિત એસો.ની ટીમે સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

vartmanpravah

Leave a Comment