January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસમાં પોતાની બે વર્ષની પુત્રીની જ હત્‍યા કરનાર માતાને જિલ્લા ન્‍યાાયલય સેલવાસ દ્વારા સખત ઉંમરકેદ અને રૂા.10 હજાર રોકડના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નંદિની ઉર્ફે જ્‍યોતિ અભિષેક સિંહ, રહેવાસી તિરુપતિ નગર, ટોકરખાડા, સેલવાસ જેઓએ એમની પોતાની દીકરી રિદ્ધિ તા.20.09.2020ના રોજ બિસ્‍કીટ માટે જીદ કરતી હતી. વધારે પડતી જીદ કરતી માસૂમ રિદ્ધિના ગુસ્‍સાને કાબુમાં રાખવા જનેતાએ તમાચો મારી વધુ ગુસ્‍સે થઈ ગળું દબાવી દીધું હતું. થોડા સમય બાદ બાળકી સુતેલી હોવાનું લાગ્‍યું હતું. સાંજે દાદા રિદ્ધિને જમવા માટે ઉઠાડવા ગયા તો નહિ ઉઠતા ગભરાઈ ગયા હતા અને ઘરના અન્‍ય સભ્‍યોને બોલાવ્‍યા બાદ બાળકીને હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાં ફરજ ઉપરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
પોલીસ તપાસમાં માતા નંદિનીએ જ પુત્રીનું ગળુ દબાવી હત્‍યા કર્યાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ સેલવાસની જિલ્લા અને સેસન્‍સકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ શ્રી ગોરધન પુરોહિતે સાક્ષીઓના નિવેદેનોના આધાર-પુરાવા સાથે કરેલી ધારદાર દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી માતા નંદિની સિંહને દોષી ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.10 હજારનો દંડ, તથા દંડ નહીં ભરે તો વધુ છ મહિનાની કેદનો ચુકાદો સંભળાવ્‍યો હતો.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો

vartmanpravah

ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી ઈનરવ્‍હીલના શતાબ્‍દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્‍ચનું દાન અપાયું

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

vartmanpravah

Leave a Comment