October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

વાપી ખાતે ટુંક સમયમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટરની સ્‍થાપના કરવામાં આવશે : કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી વી.આઈ.એ. તથા ડીસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ હેલ્‍થ એન્‍ડ સેફટી તથા ગ્રીન એન્‍વાયરોના સહયોગથી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં હેલ્‍થ એન્‍ડ સેફટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કામદારો અને કર્મચારીઓના આરોગ્‍ય અને સલામતિની જાગૃતિ માટે વી.આઈ.એ. સતત પ્રવૃત્તિશીલ છે. જેના ભાગરૂપે સેફટી એન્‍ડ હેલ્‍થ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલએ સ્‍વાગત પ્રવચન દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈનું સ્‍વાગત કર્યું હતું. સાથે સાથે જણાવ્‍યું હતું કે, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટરની સ્‍થાપના સાથે અન્‍ય માળખાકીય પ્રોજેક્‍ટ જેવા કે ડીપ સી પાઈપલાઈન, ગુજરાત ગેસ લી. દ્વારા સી.આર.એફ. ફંડની માતબર રકમ મુક્‍તિધામને આપવામાં આવી છે. ઈરીગેશન ખર્ચમાં ફક્‍ત 3 ટકા વધારો થશે જેથી પાણીના દરનો ઘટાડો શક્‍ય બન્‍યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, વી.આઈ.એ.ની ટીમે સતત ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટરના સતત પ્રયાસો અને ફોલોઅપના કારણે ટુંક સમયમાં ગુજરાત સરકારની આર્થિક સહાયથી વાપીમાં ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેન્‍ટર ટુંક સમયમાં કાર્યરત થશે. ડીસ વલસાડના ડાયરેક્‍ટર એમ.સી. ગોહીલ, વી.આઈ.એ. એડવાઈઝરી બોર્ડમેમ્‍બર્સ એ.કે. શાહ, યોગેશ કાબરીયા, મિલન દેસાઈ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, સરીગામ એસો. પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ, મોરાઈ એસો.ના પ્રમુખ ગૌતમ શાહ, નોટીફાઈડ ચેરમેને હેમંત પટેલ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કલ્‍પેશ વોરા સેક્રેટરીએ આભારવિધી કરી હતી.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

Leave a Comment