વાપી ખાતે ટુંક સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે : કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી વી.આઈ.એ. તથા ડીસ્ટ્રીક્ટ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી તથા ગ્રીન એન્વાયરોના સહયોગથી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં હેલ્થ એન્ડ સેફટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
કામદારો અને કર્મચારીઓના આરોગ્ય અને સલામતિની જાગૃતિ માટે વી.આઈ.એ. સતત પ્રવૃત્તિશીલ છે. જેના ભાગરૂપે સેફટી એન્ડ હેલ્થ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલએ સ્વાગત પ્રવચન દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના સાથે અન્ય માળખાકીય પ્રોજેક્ટ જેવા કે ડીપ સી પાઈપલાઈન, ગુજરાત ગેસ લી. દ્વારા સી.આર.એફ. ફંડની માતબર રકમ મુક્તિધામને આપવામાં આવી છે. ઈરીગેશન ખર્ચમાં ફક્ત 3 ટકા વધારો થશે જેથી પાણીના દરનો ઘટાડો શક્ય બન્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વી.આઈ.એ.ની ટીમે સતત ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના સતત પ્રયાસો અને ફોલોઅપના કારણે ટુંક સમયમાં ગુજરાત સરકારની આર્થિક સહાયથી વાપીમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે. ડીસ વલસાડના ડાયરેક્ટર એમ.સી. ગોહીલ, વી.આઈ.એ. એડવાઈઝરી બોર્ડમેમ્બર્સ એ.કે. શાહ, યોગેશ કાબરીયા, મિલન દેસાઈ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, સરીગામ એસો. પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ, મોરાઈ એસો.ના પ્રમુખ ગૌતમ શાહ, નોટીફાઈડ ચેરમેને હેમંત પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વોરા સેક્રેટરીએ આભારવિધી કરી હતી.