October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.27
ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ આર્ટસ એકાઉન્‍ટસ ઓફ ઈન્‍ડિયાની વાપી બ્રાંચ આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. નવા હોદ્દેદારોએ વાપી બ્રાંચની પ્રગતિને નિરંતર આગળ લઈ જવા તથા બ્રાંચના સદસ્‍યોના હિતમાં હંમેશા તત્‍પર રહેવાની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.
વાપી ખાતે આઈસીએસીઆઈની બ્રાંચ ખાતે નવા હોદ્દેદારોના પદગ્રહણ પ્રસંગે સેન્‍ટ્રલ કાઉન્‍સિલના નવા વરાયેલા સભ્‍ય સીએ વિશાલ દોશીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વાપી બ્રાંચના નવા પ્રમુખ તરીકે સીએ શ્રી ચેતન ખખ્‍ખર, ઉપપ્રમુખ સીએ ચિરાગ શાહ, સેક્રેટરી સીએ કાજોલ શાહ, ખજાનચી સીએ વિશાલભાઈ ભટ્ટ, સ્‍ટુડન્‍ટ કાઉન્‍સિલના પ્રમુખ સીએ દિલીપ પ્રજાપતિ અને કમિટી સભ્‍ય તરીકે સીએ દિપીકાબેને તેમનો પદભાર સંભાળ્‍યો હતો. આ કાર્યક્રમમાં ઉત્તિર્ણ થયેલા સીએ યુવક-યુવતિઓનું પણ અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે સેન્‍ટ્રલ કાઉન્‍સિલના સભ્‍ય સીએ વિશાલ દોશી, પૂર્વ પ્રમુખ સીએ વિનાયક બાફના અને પૂર્વ સેક્રેટરી સીએ ચિંતન શાહેનવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.
આસીએઆઈની વાપી બ્રાંચમાં વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉમરગામ અને દહાણુ વિસતારમાં કાર્યરત 542 જેટલા સીએ જોડાયેલા છે. આ પદગ્રહણ કાર્યક્રમમાં વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

પારડીમાં એક સાથે ચાર જેટલા બંધ ઘરોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્‍કરો

vartmanpravah

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

દાનહમાંથી સાંસદ પરિવારની ચાલતી ગુંડાગીર્દી, પરિવારવાદ, ભ્રષ્‍ટાચાર અને આતંકની રાજનીતિ હવે પૂર્ણઃ પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકર

vartmanpravah

Leave a Comment