September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

55 પરીક્ષા કેન્‍દ્ર ધો.10મા 33474, ધો.12 સામાન્‍ય પ્રવાહમાં 9857, સાયન્‍સના 7501 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ-દાનહમાં આજે સોમવારથી ધો.10 અને ધો.12ની સામાન્‍ય પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 55832 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સજ્જ છે. વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં 55 પરીક્ષા કેન્‍દ્રમાં 178 બિલ્‍ડીંગ અને 2027 બ્‍લોકમાં પરીક્ષા કામગીરી ચાલશે. વહિવટી તંત્રએ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની ધો.10-12ની જાહેર પરીક્ષા માટે સજ્જતા વચ્‍ચે આજે પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
સોમવારે ધો.10-12ની બોર્ડની જાહેર પરીક્ષાના પ્રારંભ પહેલાં જ સવારે 9 વાગ્‍યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ જે તેપરીક્ષા કેન્‍દ્રમાં પહોંચી ગયા હતા. ક્‍યાંક વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ જોવા મળતો હતો તો ક્‍યાંક થોડી ચિંતા પણ નજરાતી હતી. 55 પરીક્ષા કેન્‍દ્રોમાં વહિવટી તંત્રએ પર્યાપ્ત ચુસ્‍ત વ્‍યવસ્‍થા કરી દીધી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. વાપીમાં આર.જી.એ.એસ. હાઈસ્‍કૂલ, દેસાઈ એન.ડી.એન. હાઈસ્‍કૂલ, આશાધામ સ્‍કૂલ, ઉપાસના સ્‍કૂલ, સંસ્‍કાર ભારતી, મોડર્ન સ્‍કૂલ, વિદ્યા વિકાસ હિન્‍દી સ્‍કૂલ સહિત 11 કેન્‍દ્રોમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

Related posts

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment