August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

સમાધાનપાત્ર પેન્‍ડિંગ કેસો 778, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો 5349 અને પ્રિ-લીટીગેશનનાં 5131 કેસનો નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 11258 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો અને કુલ રૂા.12,57,78,623નું સમાધાન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.09/03/2024 નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-1536 કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા.
સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફ મેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ 7006 કેસો મુકવામાં આવ્‍યા હતા. બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વીજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઈલકંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ 15,804 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્‍ડિંગ કેસો કુલ 778 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ 5349 અને પ્રિ-લીટીગેશનનાં કુલ-5131 મળી કુલ 11,258 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો અને કેસોમાં કુલ રૂા. 12,57,78,623નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

ચીખલીના ઉજળિયાત સમાજના એક ગામમાં પોતાનું જ ધારેલું કરાવવા ટેવાયેલા નેતાને તાબે ન થનાર પરિવારને ગામમાંથી દૂર કરાતા ચકચાર

vartmanpravah

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

લોકસભામાં તારાંકિત પ્રશ્નના માધ્‍યમથી સાંસદ ઉમેશભાઈ પટેલે સેલવાસની સરકારી નમો મેડિકલ કોલેજમાં પી.જી.ના અભ્‍યાસક્રમ માટે રાખવામાં આવેલ અતાર્કિક ફીસનો ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment