October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી કપરાડા તાલુકાના કોલવેરા, નિલોશી, કરજુન, સિંગારટાટી તથા આસપાસના ગામોમાં દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા. જોકે, થોડા દિવસો સુધી દીપડો વન વિભાગને હાથતાળીઆપી રહ્યો હતો. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. બનાવ બાદ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.
આથી દિપડાનો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્‍વપૂર્ણ છે કે, આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્‍તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાંક વિસ્‍તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે. અગાઉ પણ અનેક વખત રહેણાંક વિસ્‍તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્‍યા છે, ત્‍યારે આ વખતે પણ કોલવેરા ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્‍યો છે.

Related posts

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

vartmanpravah

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

Leave a Comment