September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

કંપની ફાઉન્‍ડર સ્‍વ.કાનજી સુંદરજી દામાની ત્રીજી પુણ્યતિથિ પરિવારે રક્‍તદાન કેમ્‍પ યોજીને કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસીસેકન્‍ડ ફેઝમાં આવેલ જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. કંપની સ્‍ટાફ કામદાર અને મેનેજમેન્‍ટ દ્વારા ઉત્‍સાહપૂર્વક રક્‍તદાન કરતા 100 યુનિટ રક્‍તદાન થયું હતું.
જય ફાઈન કેમિકલના ડાયરેક્‍ટર પ્રકાશભાઈ ભદ્રાએ રક્‍તદાન કેમ્‍પ વિશે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી કંપની દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. કંપની ફાઉન્‍ડર, માર્ગદર્શક અને બાપુજીના હુલામણા નામથી જાણીતા સ્‍વ.કાનજી સુંદરજી દામાની પ્રતિ પુણ્‍યતિથિએ તેમના સ્‍મરણાર્થે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરીએ છીએ. વાપીમાં ઉનાળામાં રક્‍તની અછત સર્જાય છે તેથી વાપીની વિવિધ કંપનીઓ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અવાર નવાર યોજે છે. રોટરી ક્‍લબ વાપી, લાયન્‍સ બ્‍લડ બેંકની રક્‍તદાન ક્ષેત્રે અગ્રેસર કામગીરી રહી છે. આ રક્‍તદાન કેમ્‍પમાં સ્‍ટાફ, કામદાર અને મેનેજમેન્‍ટનો પુર્ણ સાથ સહકાર મળ્‍યો હતો. રક્‍તદાન કેમ્‍પમાં જી.પી.સી.બી. તથા વી.આઈ.એ. પણ સહયોગી બન્‍યા હતા.

Related posts

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

Leave a Comment