(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: રવિવારે સવારથી સાંજ સુધીમાં દાદરા નગર હવેલીમાં એક ઈંચથી
વધુ વરસાદ હતો. સેલવાસમાં 25 એમએમ યાને કી એક ઈંચ વરસાદ વરસ્યો છે અને સિઝનનો કુલ વરસાદ 32284 એમએમ યાને કી 129.12 ઈંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 38.0 એમએમ સિઝનનો કુલ વરસાદ 3058.6 એમએમ 122.32 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.60 મીટર છે. ડેમમાં પાણીની આવક 27800 ક્યુસેક છે અને પાણીની જાવક 17049 ક્યુસેક છે.