September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

વેપારીઓ તથા બેંકના સભાસદોએ ભેગા થઈ યોજના ચાલુ રાખવા આપ્‍યું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: સરદાર ભિલાડવાલા બેંકમાં લગભગ 35 વર્ષ ઉપરાંતથી ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણા વાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાય એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખોરંભે ચઢી ચૂકી છે જેને લઇ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોનધારકો તેમજ પારડી, વાપીના વેપારીઓએ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્‍ય એવી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્‍સ કોપ કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડ દ્વારા 35 વર્ષ ઉપરાંતથી દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરણાવાળાથી લઈ મોટા વેપારીઓ નાની-મોટી બચત કરતા આવ્‍યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્‍યુઆરી 2024 થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાંઆવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલતા બચતકારો અને લોનધારકો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરતા લોનધારકો માટે મુશ્‍કેલી ઉભી થતા પારડી વાપીના વેપારીઓ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થયા હતા તેમ જ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા. જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

vartmanpravah

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

vartmanpravah

Leave a Comment