October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.14 : જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાએ કબડ્ડીમાં પ્રથમ, 200 મીટર દોડમાં પ્રથમ, ખોખોમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી જીત મેળવી હતી.
દમણ જિલ્લાની જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કક્ષાએ ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાએ સંયુક્‍ત રમત કબડ્ડી(છોકરાઓ)માં નસીમ, રાજકુમાર, સોહન, તોફીક, કૃણાલ, કુણાલ, રાજકુમાર, કબડ્ડીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. લકી, સાગર, અનીશ, ફરહાન, કામરાન, જ્‍યારે 200 મીટર દોડમાં પ્રથમ ક્રમે સોહમ પ્રમોદ પ્રજાપતિ અને ખોખો(છોકરીઓ)માં દ્વિતીય સ્‍થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.
તમામ ખેલાડીઓને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શંકરભાઈ, શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ, બીઆરસી શ્રીમતી ભાવિનીબેનના હસ્‍તે ટ્રોફી આપવામાં આવી હતી.
મોડલ સ્‍કૂલના મુખ્‍ય શિક્ષક શ્રી કિરીટભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો મહાલપ્‍પા, આશિષ, પૂર્ણિમા, રિતેશ, રાહુલ અને અન્‍ય શિક્ષકોના સહયોગથી શાળાના મુખ્‍ય શિક્ષક શ્રી કિરીટભાઈએ આ રમતમાં પ્રથમ આવવા બદલ સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

Leave a Comment