Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

રૂપસુંદરી તરીકે ઓળખાતા સાપની પ્રજાતિ મુખ્‍યત્‍વે દીવમાં વધુ નજરે પડે છે : તાજેતરમાં મોટી દમણના ઝરી ખાતે એક વાડીમાં પણ એક વ્‍યક્‍તિને કરડેલો સાપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વાપી નજીક આવેલા કરવડ ગામ ખાતે એક લગ્નમંડપમાં ભોજન સમારોહ પ્રસંગે ભોજન વહેંચતા વ્‍યક્‍તિને સાપ કરડવાની ઘટના પ્રકાશમાં આવી. ઘાયલ વ્‍યક્‍તિને તરત જ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો. લગ્નપ્રસંગ હોય અને જાન આવવાની તૈયારીના જ સમયે વ્‍યક્‍તિને સાપ કરડવાના સમાચાર સાંભળી આવેલ મહેમાનો ગભરાઈને સ્‍થળેથી દુર ખસી ગયા હતા. જોકે જીવદયા ગ્રૂપના ભાવનાબેન પટેલને સંપર્ક સાધતા તેમના સાથી વર્ધમાન શાહ દ્વારા સ્‍થળે પહોંચી સાપને સુરક્ષિત રેસ્‍કયું કરી લીધો હતો.
લગ્નપ્રસંગે આવેલા મહેમાનને સાપ વિશેની માહિતી આપી અને ઘાયલ વ્‍યક્‍તિને બિનઝેરી રૂપસુંદરી (ઘ્‍ંળળંઁ વ્‍શ્વશઁત્ત્ફૂદ્દ) નામક સાંપ કરડ્‍યો છે અને તેને કોઈપણ જાતનું નુકશાન નહિ થાય તેવિશે જાણકારી આપવામાં આવી હતી.
લોકોને સાપ રેસ્‍કયું કરતા અને તેના વિશેની જાણકારી મળતાં હાશકારો અનુભવ્‍યો હતો. લગ્ન જેવા પ્રસંગે આવી ઘટના બનતા આસપાસના લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું.
અત્રે નોંધનીય છે કે, આ રૂપસુંદરી સાપ ખાસ કરીને દીવમાં જોવા મળે છે. તાજેતરમાં મોટી દમણના ઝરી ખાતે એક વાડીમાં પણ એક વ્‍યક્‍તિને સાંજના સમયે સાપ કરડયો હતો. પરંતુ મોટી દમણના સાપ મિત્ર તરીકે જાણીતા શ્રી ગુરુભાઈને બોલાવતા તેમણે સાપ પકડીને આ બિનઝેરી રૂપસુંદરી સાપ હોવાનું જણાવ્‍યું હતું. પરંતુ જેમને સાપ કરડયો હતો તેમના ગભરાયેલા મિત્ર વર્તુળે મરવડ હોસ્‍પિટલમાં દાખલ કર્યો હતો, જ્‍યાં જરૂરી તપાસ અને પ્રાથમિક સારવાર આપી બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

Related posts

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

Leave a Comment