April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

વર્ષ 2024-25 માટે જે બાળકોએ 1 જૂન 2024 સુધી છ વર્ષ પૂર્ણ કર્યા હશે તેઓ જ પ્રવેશપાત્ર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ એક્ટ હેઠળ જે બાળકોએ ૧ લી જુન ૨૦૨૪ ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બનશે. વર્ષ ૨૦૨૪-૨૫માં વલસાડ જિલ્લામાં ૨૪૬ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ૨૪૨૬ જગ્યાઓ પર આર.ટી.ઈ એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે.
અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪ માર્ચ ૨૦૨૪ થી તા.૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં- ૦૨૬૩૨- ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કયાંય જમા કરવાની રહેશે નહી. પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઇટ પર ચકાસણી કરતાં રહેવું. આ અંગે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજથી જાણ કરવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment