October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

નવસારી અને બિલીમોરા ડેપોથી 17 માર્ચના રોજ વાંસકુઈ ગોળીગરના મેળા માટે વધારાની બસો દોડાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: એસ.ટી. નિગમ, વલસાડ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન મુસાફર જનતાના ધસારાને અનુલક્ષીને રોજિંદી બસ ટ્રીપો ઉપરાંત વધારાની ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નીચે મુજબના એક્‍સપ્રેસ અને લોકલ રૂટોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.
એકસપ્રેસ સર્વિસ માટે આહવા ડેપો ખાતેથી સાપુતારા – સુરત – સાપુતારાની 01, બીલીમોરા ડેપો ખાતેથી બીલીમોરા – અમદાવાદ – બીલીમોરાની 02, બીલીમોરા – સુરત – બીલીમોરાની 01, બીલીમોરા – વાપી – બીલીમોરાની 01 અને ધરમપુર ડેપો ખાતેથી ધરમપુર – અમદાવાદ – ધરમપુરની 01, ધરમપુર – સુરત – ધરમપુરની 02 તેમજ ધરમપુર – નવસારી – ધરમપુરની 02 ટ્રીપ દોડાવાશે.
લોકલ સર્વિસ માટે રોજિંદી બસ ટ્રીપો ઉપરાંત ધરમપુર – વલસાડ ઈંટરસીટી/લોકલ તથા સકર્યુલર રૂટ તરીકે (1) આહવા – વઘઈ – સાપુતારા – વઘઇ – આહવા, (2) બીલીમોરા – ધોલાઈ – વલસાડ – ડુંગરી – જોરાવાસણ, (3) ધરમપુર – વલસાડ – પારડી – નાનાપોંઢા – ધરમપુર,(4) નવસારી – અબ્રામા – ચિખલી – ખારેલ – નવસારી, (5) વલસાડ – ચિખલી – વાંસદા – ધરમપુર – વલસાડ અને (6) વાપી – પારડી – નાનાપોંઢા – વાપી જેવા રૂટો ઉપર સકર્યુલર રૂટો પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
સાથે સાથે મહુવા તાલુકાનાં વાંસકુઈ ગામ ખાતેના ગોળીગરના મેળામાં દર્શનાર્થે જનાર ભક્‍તજનો/મુસાફરોને આવા-ગમન માટે સરળતા રહે તે ધ્‍યાને લઈ એસ.ટી.વલસાડ વિભાગ નવસારી તથા બીલીમોરા ડેપો ખાતેથી ખાસ વધારાની બસો મેળાના દિવસે એટલે કે તા.17/03/2024ને રવિવારના રોજ ઉપાડવામાં આવશે.
વિશેષમાં એસ.ટી. નિગમ, વલસાડ વિભાગ દ્વારા આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્‍યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 20/03/2024 થી 23/03/2024 દરમિયાન ખાસ કરીને પંચમહાલના વિવિધ વિસ્‍તારો માટે ખાસ વધારાની બસોનું પણ વિભાગ હસ્‍તકના ડેપોથી આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરોક્‍ત હોળી-ધૂળેટી અને વેકેશન દરમિયાન ચાલનારી વધારાની ટ્રીપો અંગેની વિગત વાર માહિતી વિભાગના ડેપો કક્ષાએથી મળશે, જેની મુસાફર જનતાએ નોંધ લેવી.

Related posts

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

Leave a Comment