January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

વર્ષ 2024-25 માટે જે બાળકોએ 1 જૂન 2024 સુધી છ વર્ષ પૂર્ણ કર્યા હશે તેઓ જ પ્રવેશપાત્ર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ એક્ટ હેઠળ જે બાળકોએ ૧ લી જુન ૨૦૨૪ ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બનશે. વર્ષ ૨૦૨૪-૨૫માં વલસાડ જિલ્લામાં ૨૪૬ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ૨૪૨૬ જગ્યાઓ પર આર.ટી.ઈ એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે.
અરજદારોએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪ માર્ચ ૨૦૨૪ થી તા.૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં- ૦૨૬૩૨- ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કયાંય જમા કરવાની રહેશે નહી. પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાં સુધી વેબસાઇટ પર ચકાસણી કરતાં રહેવું. આ અંગે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજથી જાણ કરવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પ્રશાસકશ્રીની પ્રતિબધ્‍ધતા

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment