July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

સ્‍ટાર્ટઅપ શરૂ કરવા બીજ ભંડોળ તરીકે ગાંધીનગર ખાતે રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્‍તે રૂ.40 હજારના ચેક અર્પણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: રાજ્ય સરકાર દ્વારા ‘‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’’ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા ગુજરાતભરમાંથી કુલ ૧૪૦ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી વલસાડ જિલ્લામાંથી વિવિધ કોલેજના વિદ્યાર્થીઓમાંથી ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજની એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજની ટીવાય બીએસ.સીની વિદ્યાર્થિની સાધના ઓમપ્રકાશ ઉપાધ્યાયના વેસ્ટ ફલાવરમાંથી ધુપબત્તી બનાવવાનો પ્રોજેકટ અને વિદ્યાર્થી સંજય વિનોદભાઈ પટેલનો ગ્રાફિક્સ ડિઝાઈનરનો સ્ટાર્ટઅપ તરીકેનો બિઝનેશ પ્લાનનો પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા રચાયેલી સમીક્ષા સમિતિ દ્વારા પસંદગી પામ્યો હતો. જેથી ‘વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ’ (Student Entrepreneurship Policy) અંતર્ગત રૂ.૪૦,૦૦૦ ના બીજ ભંડોળ તરીકેનો ચેક રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાએ ઝળહળતી સિધ્ધિ મેળવી ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ કોલેજના આચાર્યશ્રી દિપકભાઈ ધોબી, મદદનીશ પ્રાધ્યાપકશ્રી હરદિપભાઇ ખાચર અને કોલેજ પરિવારે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારર્કિદી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

Leave a Comment