October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

‘‘કડકડતી ઠંડીમાં શ્રીબદ્રી વિશાલના આશીર્વાદથી શિવભક્‍તો
ભક્‍તિભાવથી યજ્ઞમાં જોડાયા”

‘‘તીર્થસ્‍થાનમાં યજ્ઞ કરો તેનું ભગવાન અનેકગણું ફળ આપે છે-ધર્માંચાર્ય પરભુદાદા”

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય યજ્ઞાચાર્ય પરભુદાદા અને રમાબાના પવિત્ર સાનિધ્‍યમાં શ્રીબદ્રીનાથ તીર્થ ક્ષેત્રે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો હતો. કડકડતી ઠંડીમાં શ્રી બદ્રીવિશાલના આશીર્વાદ અને પ્રગટેશ્વર દાદાની કળપાથી શિવભક્‍તો ભક્‍તિભાવથી યજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર શિવ પરિવારે શ્રી બદ્રીનાથના તપ્ત કુંડ (ગરમ પાણીના કુંડ)માં તાાન કરી પવિત્ર થઈ ભગવાન શ્રી બદ્રીવિશાલના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
યજ્ઞની પૂર્વ સંધ્‍યાએ શ્રી બદ્રીનાથ યજ્ઞ સ્‍થળે તીર્થ પૂજા કરી યજ્ઞ કરવાની પરવાનગી લીધી હતી, ત્‍યારબાદ યજ્ઞનું ધજારોહણ કરાયું હતું. યજ્ઞ પૂર્વે યજ્ઞાચાર્ય સહિત તમામભૂદેવોને સત્‍કાર અને સન્‍માન સાથે યજ્ઞ મંડપમાં લઈ અવવામાં આવ્‍યા હતા.
યજ્ઞાચાર્ય વલસાડના ભુદેવ ભાગવત કથાકાર અજયભાઈ જાની સહિત શ્રી બદ્રીનાથ ધામના ભૂદેવો સર્વ બિન્‍દ્રા પાંડે, જનાર્દન સતિ, અશોક પ્રસાદ, મહેશ સતિ, અજય ડિમરી, મુકેશ જોશી, આયુષ સતિ, અરવિંદ તિવારી, રાહુલ મમગાઈ તેમજ શ્રીનગરના પંકજ સોમવાલ અને સુમિત સેમવારએ વૈદિક મંત્રોચ્‍ચાર સાથે મહાવિષ્‍ણુ યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી. આ તમામ બ્રાહ્મણોને ધર્માંચાર્ય પરભુદાદાના હસ્‍તે કર્મકાંડનું પુસ્‍તક, પીતાંબર અને ઉપવષાનું વિતરણ કરાયું હતું.

શિવ પરિવાર દ્વારા ભગવાન શ્રી બદ્રીનાથ મંદિરની ધજા પણ ચડાવવામાં આવી હતી ત્‍યારબાદ બદ્રીનાથ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી હતી.
આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ સુખી, સમૃદ્ધિ, નિરોગી, આયુષમાન બનો અને જીવનમાં હંમેશા સતકર્મ કરતા રહો તેવા શુભાષિશ પાઠવતાં જણાવ્‍યું હતું કે, આજે અહીં મહાવિષ્‍ણુ યજ્ઞ થઈ રહ્યો છે અને બધા દેવીદેવતાઓ વૈકુંઠમાં ભગવાન વિષ્‍ણુના વામન અવતારની જન્‍મ જયંતી ઉજવી રહ્યા છે. જ્‍યારે ભગવાનનો ઉત્‍સવ હોય ત્‍યારે એ વિના માગ્‍યે આશીર્વાદ આપે છે. એ જ પ્રકારે આજે બદ્રીનાથ તીર્થસ્‍થળે યજ્ઞ કરી રહ્યા છો, તેના આશીર્વાદ તો સૌને મળી જ ગયા છે. બદ્રીનાથ અને કેદારનાથ ભગવાન સૌથી મહાનસ્‍થળ છે, અહીં શ્રદ્ધા પૂર્વક દર્શન કરવાથી દરેક મનુષ્‍યના જીવનના પાપોનો નાશ તો થાય છે અને તેમના જીવનનું કલ્‍યાણ થઈ જાય છે. બદ્રીનાથ, કેદારનાથ અને આપણા પિતૃઓની કળપા હોય તેઓ જ અહીં આવી શકે છે. આ યજ્ઞમાં ભાગ લેવા સૌ શિવભકતો અનેક મુશ્‍કેલીઓ વેઠીને આવ્‍યા છો પણ કોઈના મુખ ઉપર દુઃખનું નામોનિશાન દેખાતું નથી, જે ભગવાનની કળપા સિવાય બીજું કંઈ નથી.
સુરતના શિવભક્‍ત નારાયણભાઈ તરફથી બ્રહ્મ ભોજન તેમજ શિવ પરિવાર દ્વારા ભિક્‍સુક ભોજન કરાવાયું હતું. યજ્ઞ નિમિત્તે ભોજન દમણના અપ્‍પુભાઈ તેમજ નાશીકના સંજયભાઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
શ્રી બદ્રીનાથ મંદિર પરિસરમાં આવેલા વિવિધ દેવસ્‍થાનોમાં વષાો, અલંકારો ચઢાવવાનું પણ ઘણું મહત્ત્વ છે. જે ધ્‍યાને લઈ પૂ.પરભુદાદાએ શિવ પરિવારને આ કામગીરી માટે ચિઠ્ઠી ઉછાળી નામો પસંદ કર્યા હતા. જેમાં ઠાકોરભાઈ પટેલ, ચેતનાબેન પ્રવીણભાઈ મિષાી, આશાબેન શ્રીધર કમુનકર, રીનાબેન જયેશભાઈ પટેલ, કલ્‍પનાબેન હરેશભાઈ પટેલ, માલવીકાબેન, દર્શના બી. પટેલ, અંજુબેન જયેશભાઈ પટેલ, દક્ષાબેન અમિતભાઈ પટેલ, પ્રકળતિબેન અપ્‍પુભાઈ પટેલ, શૈલાબેન દમણિયા, જાગૃતિબેન હેમંતભાઈ પટેલને આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવાનો અવસર મળ્‍યો હતો.
આ પવિત્ર યજ્ઞકાર્યમાં પ્રગટેશ્વર ધામઆછવણીના ગુજરાત પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહારાષ્‍ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ સહિત શિવ પરિવારના અપ્‍પુભાઈ પટેલ, વિનોદમામા, દિનેશભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, ભાવેશભાઈ, પ્રીતમભાઈ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ આસ્‍થા, અજયભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ઝીકુભાઈ પટેલ, તેમજ ગુજરાત મહારાષ્‍ટ્ર શિવ પરિવારનો અમૂલ્‍ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related posts

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

દીવ જિલ્લામાં ખોડીયાર જંયતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

Leave a Comment