Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: નવસારી એલસીબી પોલીસે થાલા નેશનલ હાઇવે 48 પરથી મહેન્‍દ્ર ટેમ્‍પામાં સુરત તરફ પુઠાની આડમાં લઈ જવાતો રૂ.5.62 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી અન્‍ય ત્રણ જેટલાને વોન્‍ટેડ જાહેર રૂ.15.78 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરીહતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે વાધલધરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબનો મહિન્‍દ્રા ફયુરીઓ ટેમ્‍પો નં-એમએચ-15-એચએચ-8695 આવતા જેને સરકારી લાકડી વડે ઉભી રાખવાનો ઈશારો કરતા ટેમ્‍પો ચાલક પોતાના કબ્‍જાનો ટેમ્‍પો હંકારી લઈ જતા નવસારી એલસીબી પોલીસ દ્વારા પીછો કરી ચીખલીના થાલા આઈ માતા હોટલ સામે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ટેમ્‍પો અટકાવી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-5100 જેની કિ.રૂ.5,62,800/-, મહિન્‍દ્રા ફયુરીયા ટેમ્‍પો કિ.રૂ.10,00,000/-, એક મોબાઈલ 500/-, પુઠાના બંચ-145 નંગ કિ.રૂ.14,500/-, રોકડ રૂ.530/- મળી કુલ્લે રૂ.15,78,330/- નો મુદ્દામાલ કબ્‍જે કરી કુલદીપ ભગવાનદીપ પાંડે (ઉ.વ.આ-33) (રહે.જે.બી.રેસિડેન્‍સી તાતીથૈયા તા.પલસાણા જી.સુરત) ની ધરપકડ કરી હતી. જ્‍યારે સિધ્‍ધુ તથા રામ નામનો ઈસમ તેમજ દારૂનો જથ્‍થો મંગાવનાર કાલુ દિલીપસિંગ મળી ત્રણ જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Related posts

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment