ઉત્તર ભારતીયો અને રાજસ્થાનના પ્રવાસીઓની વતન તરફ દોટ![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/10/WhatsApp-Image-2024-10-29-at-7.35.04-PM.jpeg)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: આજથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે.દિવાળી વેકેશન અને છઠ્ઠ પૂજાના તહેવારમાં ઉત્તર ભારતીય પ્રવાસીઓની બેસુમાર ભીડ વતનમાં જવા દિન-પ્રતિદિન ઉભરાઈ રહી છે. જેથી વાપી રેલવે સ્ટેશન ઉપર સવાર સાંજ રાત્રે પગ મુકવાની જગ્યા નથી તેટલા પરપ્રાંતિ મુસાફરો વતન પહોંચવા માટે ઉમટી રહ્યા છે. તમામ ટ્રેન ચિક્કાર ભરાઈને જઈ રહી છે.
તાજેતરમાં બાંદ્રા, મુંબઈ અને ઉધના, સુરત સ્ટેશન ઉપર ઉમટેલી ભીડ અને ટ્રેન પકડવાની જલ્દીમાં દોડાદોડીમાં કેટલાક મુસાફરો જમીન ઉપર ધક્કા મુક્કીમાં પટકાતા ઘાયલ થયા હતા તેથી જાહેર સલામતિ અને સુરક્ષાને ધ્યાને લઈને પヘમિ રેલવેમાં મુંબઈથી સુરત સુધીના 9 રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટ તા.8 ઓક્ટોબર સુધી અસ્થાયી પ્રતિબંધ કરી દીધો છે. છતાં મુસાફરોની ભીડ હજુ સુછી કાબુમાં આવી નથી. વાપી રેલવે સ્ટેશન ઉપર આજે બેસુમાર ભીડનો નજારો જોવા મળ્યો હતો. રેલવે તંત્ર પણ મુસાફરોની ભીડ અટકાવવા અસમર્થ રહ્યું છે. ઉત્તર ભારત અને રાજસ્થાન જતા મુસાફરોનો તહેવારો અને વેકેશનને લઈ બેફામ વધારો થઈ રહ્યો છે. હજુ પણ આગામી બે-ત્રણ દિવસ ધસારો ઓછો થાય તેવી કોઈ શક્યતા નથી.