January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: નવરાત્રી એ માઁ શક્‍તિની આરાધના પર્વમાં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે. કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખીને ગરબા કરતા હોય છે ત્‍યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રીના દિવસો દરમ્‍યાન ચાણોદ કોલોની ખાતે આવેલા માતાજી માઁ મંદિરે આરતી પૂજા કર્યા બાદ નવમાં દિને 11 કુંવરિકા બાળાઓને પ્રસાદ વિતરણ કરાય છે.
રાજેશભાઈ ગોયેલ અને તેમના ધર્મપત્‍ની લક્ષ્મીબેન ગોયેલ દ્વારા નવરાત્રીના માઁ અંબેના આશીર્વાદ માટે આરતી પૂજા ખૂબ ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવે છે. ગોયેલ પરિવાર માને છે કે માઁ ના આશીર્વાદમેળવવા માટે નવરાત્રી જેવું એકે પણ ધાર્મિક પર્વ નથી. 9 દિવસ સુધી સતત રાજેશભાઈ અને લક્ષ્મીબેન ગોયેલ દ્વારા ભક્‍તિભાવ પૂર્વક પૂજન અર્ચના કરવામાં આવે છે, અષ્ટમીના દિને મહા આરતી ચાણોદ અંબેમાતા મંદિરે દર વર્ષે તેમના તરફથી આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમના પરિજનો અને ગોયેલ દંપતી દ્વારા પૂજન કરવામાં આવ્‍યું હતું સાથે જ નવમીના દિને મંદિર પરીસરમાં તેમજ તેમની કંપનીમાં કુલ 11 કુવારીકા બાળાઓને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આજે ગોયેલ દંપતી દ્વારા મંદિરે 11 બાળાને માતાજીના અંશ માનીને તેમની પૂજા કર્યા બાદ ખૂબ ભક્‍તિ ભાવ પૂર્વક પ્રસાદનો લાભ આપવામાં આવ્‍યો છે. ગોયેલ દંપતી વર્ષોથી માતાજીની આરાધના કરે છે અને આગામી વર્ષોમાં પણ તેઓ માતાજીની આરાધના કરતા રહેશે. આ વર્ષે પણ તેમના દ્વારા ચાણોદ અંબેમાતા મંદિરે ભક્‍તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

Leave a Comment