August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT) દમણ કેમ્‍પસ ખાતે ત્રણ દિવસીય આર્ટ ઓર્ગેનાઈઝેશન ઉત્‍કૃષ્ટ પટોળા સાડીઓ અને અન્‍ય પરંપરાગત હસ્‍તકલાઓનું પ્રદર્શન કરતા વાઈબ્રન્‍ટ ફેશન શો આયોજીત કરવામાં આવ્‍યો હતો જેનું સમાપન કરવામાં આવ્‍યું હતું.
નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT) દમણ કેમ્‍પસ ખાતે ત્રણ દિવસીય કલાત્‍મક ફેશન શોમાં ભારતીય હસ્‍તકલા અને કાપડના સમૃદ્ધ વારસાની ઉત્‍કૃષ્ટ પ્રસ્‍તુતિ કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત પોશાકમાં સજ્જ આર્ટ ગુરુઓએ NIFTના રેમ્‍પ પર નવીન આર્ટવર્ક અને કલાની શ્રેષ્ઠતા દર્શાવતા ભારતીય કાપડની જટિલ કારીગરીનું પ્રદર્શન કર્યું હતું. ફેશન શોએ પટોળા સાડીઓની સુંદરતા અને વિવિધતાને પ્રકાશિત કરવા માટે એક પ્‍લેટફોર્મ પૂરું પાડયું હતું, જે તેમના રંગબેરંગી રંગો, જટિલ પેટર્ન અને ઉત્તમ ગુણવત્તા માટે પ્રખ્‍યાત છે. આ ઈવેન્‍ટે વિદ્યાર્થીઓ અને ઉપસ્‍થિતોને ભારતીય સાંસ્‍કૃતિક વારસો અને આર્ટ વર્કની પ્રશંસાકરવા અને શીખવાની અનોખી તક પણ પૂરી પાડી હતી. આ અવસરે કોમર્શિયલ શોના ભાગરૂપે કલા બજારો, પ્રદર્શનો અને વાર્તાલાપનું પ્રદર્શન પણ કરવામાં આવ્‍યું હતું. ફેશન શો બાદ કલા ગુરુઓ અને વિદ્યાર્થીઓએ રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી.

Related posts

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

ઘણાં સમયથી સેલવાસમાં જ્‍વેલર્સોને નકલી દાગીના સાથે અસલી બિલ આપી છેતરપિંડી કરતી મહિલા ગેંગ અંતે ઝડપાઈ

vartmanpravah

વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્‍લાનેટના સંદેશ સાથે સાયક્‍લોથોનમાં શહેરીજનો ઉમટયા

vartmanpravah

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

vartmanpravah

Leave a Comment