September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના ઉત્‍સવની ધામધૂમથી ઉજવણીકરાઈ હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને પત્રકારો સાથે કાદવ હોળીની ઉજવણી હર્ષોલ્લાસથી કરાઇ હતી. આ સિવાય તિથલમાં મોટી સંખ્‍યામાં લોકો ધૂળેટીની ઉજવણી કરવા ઉમટી પડ્‍યા હતા.
વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા ધૂળેટી પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં એક ખાડો બનાવી તેમાં કુદરતી માટીનો કાદવ બનાવ્‍યો હતો. તો બીજી તરફ એક ખાડામાં કળત્રિમ કુંડ બનાવ્‍યું હતુ. આ સાથે હર્બલ કલર પણ રખાયા હતા. ડીજેના તાલે જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અહીં હોળી રમવા ઉમટી પડ્‍યા હતા. તેમણે એક બીજાને કલર લગાવી કાદવના ખાડામાં રગદોળ્‍યા હતા. જેમાં પત્રકારો પણ જોડાયા હતા. તેમને પણ કાદવના ખાડામાં નાખી હોળીની ઉજવણી ખૂબ જ ઉત્‍સાહથી કરાઈ હતી. જેની સાથે ડીજેના તાલમાં પોલીસ વડા, ડીવાયએસપી થી લઈ કોન્‍સ્‍ટેબલો ઝૂમ્‍યા હતા. હોળી બાદ અલ્‍પાહાર લઈ છૂટા પડ્‍યા હતા.
વલસાડમાં આ સિવાય કોઇ સોસાયટીમાં ડીજે અને ફૂવારા સાથે રેઇન ડાન્‍સ યોજાયો હતો. શહેરના તમામ ગલી, મહોલ્લા અને સોસાયટીના લોકો સવારે હોળી રમી તિથલ પહોંચ્‍યા હતા. ત્‍યાં પણહોળી રમી લોકો દરિયામાં નાહતા જોવા મળ્‍યા હતા.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં રાષ્‍ટ્રીય ગણિત દિવસ-2022ની ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment